Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સુમતિનાથજી ,
194
અંતરાત્મદશામાં સ્થિર થઈને અસ્થિર, વિનાશી ઉપયોગને; ક્ષપકશ્રેણિ માંડી શુક્લધ્યાનના પ્રથમ બે પાયાના ધ્યાનથી સ્થિર કરીને, અવિનાશી બનાવી સ્વયં પરમાત્મા બનવુ; એ જ આતમ અરપણ કે આતમરૂપણનો દાવ એટલે કે યુક્તિ છે. આ જ આત્મસમર્પણતાનો દાવ ખેલીને પરમાત્મા થઈ જિનેન્દ્ર બનવાનું છે. દેહમાં રહીને દેહાતીત એટલે કે વિદેહી, ગડગડિયા નાળિયેર જેવા બની જવાનું છે. વિષમતામાંથી સમતામાં આવી સમરૂપતા-વીતરાગતાને પામવાની છે. આ દાવ છેઉપાય છે. તાત્કાલિક ફળ કદાચ ન પણ મળે. પરંતુ આત્મસમર્પણતા હશે તો વહેલું મોડું પણ પરમાત્મસ્વરૂપ પ્રગટ થઈને જ રહેશે માટે આ ઉપાય સેવવા જેવો છે. આત્મરમમાણતા જ આત્મઅર્પણતા છે કે જે નિશ્ચયથી પરમાત્મ-સ્વરૂપે પ્રગટ કરી આપે તેમ છે. માટે જ અવધૂતયોગી કહે છે... બહિરાતમતા તજો! અંતરાતમમાં રહો-રમો ! પરમાતમસ્વરૂપને ભાવોભજો ! તો પરમાત્મા બનો! સમજીને શમી જઈએ એટલે કે સમાઈ જઈએ તો સમ બની સ્વરૂપને પામીએ !
આતમ-અરપણ વસ્તુ વિચારતાં, ભરમ ટળે મતિદોષ, સુજ્ઞાની; પરમ પદારથ સંપતિ સંપજે, “આનંદઘન” રસપોષ, સુજ્ઞાની.૬
શબ્દાર્થ : આત્મઅર્પણતારૂપ તત્ત્વ વિચારતા ભરમ એટલે કે ભ્રમણા-મિથ્યાત્વ ટળે છે. મતિ એટલે કે બુદ્ધિના દોષ પણ ટળી જતા બુદ્ધિ નિઃશંક થતા મતિ નિર્મળ થઈ સભ્ય બને છે અર્થાત્ સદ્ગદ્ધિપ્રજ્ઞા આવે છે. પરિણામે પરમપદારથ સંપત્તિ એટલે કે પરમાત્મસ્વરૂપ આત્મધન-આત્મસંપત્તિ સંપજે એટલે કે સાંપડે છે કે જેનાથી આનંદના સમુહરૂપ નક્કર આનંદઘન-સુખકંદ રસની તુષ્ટિ-પુષ્ટિ થાય છે.
યોગ્ય આત્માની ઉપેક્ષા કરાય નહિ અને અયોગ્યને ધર્મ પમાડવાની ઉતાવળ કરાય નહિ,
એવો વિવેક મહાત્માઓએ રાખવો જોઈએ.