Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સુમતિનાથજી , 190
આ રીતે આત્માને પરમાત્મા બનવાનો માર્ગ જ્ઞાનીઓએ પ્રકાશ્યો છે. તેને હે ભવ્યો ! તમે સામાયિક સાધના દ્વારા નિરંતર તમારામાં સાધો ! સાચા સાધકને વિષમભાવ એક ક્ષણ પણ પાલવતો નથી. સમતા એ તો આત્માનું નિરુપાધિક ધન છે. એને જે નિરંતર પ્રાણથી પણ અધિક સાચવે છે, તે જ ખરા અર્થમાં આત્મા કહેવડાવવાને લાયક છે.
બહિરામ તજી અંતર આતમ-રૂપ થઈ થિર ભાવ, સુન્નાની, પરમાતમનું હો આતમ ભાવવું આતમ અરપણ દાવ, સુજ્ઞાની. સુમતિ(પ પાઠાંતરે આતમને સ્થાને આતમા છે.
શબ્દાર્થ ? આત્માના જે ત્રણ પ્રકાર જણાવ્યા તેમાંના બહિરાત્મભાવને તજી-ત્યાગી દઈને, બીજા પ્રકાર અંતરાત્મભાવમાં સ્થિર (થિર) થઈને, પોતાના આત્માની પરમાત્મ અવસ્થાને ભાવવી, તે આત્મ અર્પણતાનો-આત્મસાધનાનો સાચો દાવ એટલે કે સાચી યુક્તિ યા સાચી રીત છે.
' લક્ષ્યાર્થ-વિવેચનઃ સ્તવનની પહેલી ગાથામાં તથા પ્રથમ સ્તવનની છેલ્લી ગાથામાં જે આતમ અરપણની વાત છેડી હતી, તે આત્મ સમર્પણ કેવું હોય તેની વિચારણા આ ગાથામાં છે.
પહેલાં તો શરીરધારી આત્માના ત્રણેય પ્રકારને સારી રીતે સમજી લેવા જોઈએ. પછી બહિરાત્મ અવસ્થા જે મિથ્યાભાવવાળી મિથ્યાષ્ટિથી દૂષિત છે; તેને સમ્યગ્દષ્ટિમાં પરિણમાવવી જોઈશે. અઢારમું જે મિથ્યાત્વનું પાપ છે તે અઢારમો હાથી છે. એ અવિનાશી એવા પોતાના આત્મઘરમાંથી બહાર નીકળીને જડ, પર, વિનાશી, એવા પુદ્ગલના બનેલા દેહાદિને પોતાના માની પરઘેર જઈ વસ્યો છે. પરઘરેથી એ સ્વઘર-આત્મઘરે
સત્તાએ ‘‘હું પરમાત્મ સ્વરૂપ જ છું?’’ એવી દઢ શ્રદ્ધા થશે તો જ એ શ્રદ્ધાના બળે અંતર્ગત
પ્રરછન્નપણે રહેલ પરમાત્મસ્વરૂપનો પર્યાયમાં પ્રગટીકરણનો પુરુષાર્થ કરી શકાશે.