Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
175
હૃદય નયન નિહાળે જગધણી
5
s
ભ્રાંતિથી જીવે છે. સમજ અવળી છે માટે માન્યતા પણ અવળી છે, અને તેથી ચાલ પણ અવળી છે. દિશા ખોટી પકડાઈ ગઈ છે તેથી દશા ખોટી થઈ ગઈ છે. ચક્ર અવળુ-ઊંધું ચાલે છે. જે આત્માને જ નહિ માને તે સ્વર્ગ નરકને નહિ માને. તેથી તે શરીરના નાશથી આત્માનો નાશ માને માટે પુનર્જન્મને પણ નહિ માને. એટલે પાપ-પુણ્યની વાતો એને હંબક જ લાગે. માટે આવા આત્માઓ બહિરાત્મા; અશુદ્ધાત્મા, પાપાત્મા કહેવાય છે. ઊંધી દષ્ટિ હોવાથી અજ્ઞાની ‘પર’નો કર્તા થાય છે અને તેથી તેને બંધન થાય છે. ‘‘આજનો લહાવો લીજીયે કાલ કોણે દીઠી...’' ‘‘આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા...’’ “દેવું કરીને પણ ઘી પીઓ અને મોજ કરો !'' વર્તમાનની બેંક-લોનની સગવડોથી હપ્તેથી જે ખરીદીનું ચલણ ચાલુ થયું છે, તે જીવને દેવાદાર બનાવે છે અને આજીવન દેવાદાર રાખે છે. ‘ખાઓ પીઓ અને મોજ કરો !'' ‘‘ચિંતા કરવાનું છોડો !’’ આ બધાં બહિદષ્ટિ બહિરાત્માના બોલ છે. બહિદષ્ટિ બહિરાત્મા એટલે માત્ર હું અને મારામાં જ રાચનારો ઉપભોક્તાવાદી-Materialistic. પોતા સિવાય બીજાનો વિચાર નહિ કરનારો મોટે ભાગે તામસ અને રાજસ ભાવમાં જ રાચનારો હોય છે અને તેથી લેશ્યાં પણ પ્રાયઃ કૃષ્ણ, નીલ, કાપોત હોય છે. પૌદ્ગલિકભાવોમાં અને ઔયિક-ભાવોમાં જ રમનારો હોય છે. અધ્યાત્મમાં માન્યતાની ભૂલને બીજી બધી ભૂલો કરતા બહુ મોટી ભૂલ માનવામાં આવી છે અને તેને મિથ્યાત્વ તરીકે ઓળખાવી છે. હવે આ મિથ્યાત્વ એ તો, અઢારે પાપોનો બાપ જેવુ છે. એ અઢારમો હાથી જે સ્વઘેરથી – આત્મામાથી નીકળીને પરઘેર બહાર અનાત્મભાવમાં ગયો છે. બહાર નીકળી બહિર્મુખી થયો છે. પાપનું મૂળ મિથ્યાત્વ જ્યાં જીવતું જાગતું હોય ત્યાં પછી પાપમાં પાછી-પાની હોય નહિ. માન્યતા ઊલટી તેથી મોટે-ભાગે ભાવ અને ક્રિયા બંને ઊલટા થવાનો સંભવ છે
ઉપાય તેને લાભદાયી થાય છે કે જેની દૃષ્ટિ ઉપેય ઉપર હોય છે.