Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સુમતિનાથજી
174
શબ્દાર્થઃ કાયાદિક એટલે કે શરીર વિગેરેને, જે આત્મબુદ્ધ એટલે કે આત્મા જ સમજીને ગ્રહે છે-વ્યવહાર કરે છે તે અઘ એટલે પાપરૂપ બહિરાત્મા છે એમ હે! સુજાણ તું જાણ!
જે શરીર વિગેરેનો સાક્ષી બનીને રહે છે તે અંતરાત્મા છે, એમ હે! સુજ્ઞજન તું જાણ !
લક્ષ્યાર્થ-વિવેચનઃ જે ચાર્વાકમતની જેમ કાયા એટલે શરીરને જ આત્મા માને છે, શરીરથી ભિન્ન એવા સ્વતંત્ર આત્માને માનતો નથી, અને શરીરના નાશથી આત્માનો નાશ માને છે; તેવા આત્માને પાપરૂપ બહિરાત્મા જાણવા. કારણ કે એ શરીરને જ આત્મા માનતો હોવાથી શરીરના સુખથી પોતાને સુખી અને શરીરના દુઃખથી પોતાને દુઃખી માને છે. આ માન્યતાના આધારે એની બધી જ પ્રવૃત્તિ શરીર-કેન્દ્રિત એટલે કે શરીરને માટે જ હોય છે. આ પ્રવૃત્તિથી તે મુક્ત થવાને બદલે બંધાય છે. જેમાં સુખ છે-આનંદ છે અને જે અવિનાશી છે; તેવા આત્માને તે આત્માઓ જાણતા પણ નથી અને સમજતા પણ નથી. આમ પોતાના વિષે, અર્થાત્ આત્માના વિષયમાં તેઓને અજ્ઞાન વર્તે છે. હવે શરીર જે પર છે, જેનો ઉત્પાદ એટલે કે જનમ છે અને જેનો વ્યય એટલે કે જેનું મરણ છે; એવા વિનાશી શરીરને, કે જે, પર છે, દુઃખરૂપ છે, દુઃખફલક છે તેને જ આત્મા માનીને પ્રવૃત્ત થાય છે. આમ જે સ્વ છે, સુખદાયી છે, અવિનાશી છે, તેનું અજ્ઞાન છે અને જે પર છે તેમાં સ્વ બુદ્ધિ કરે છે, જે દુઃખદાયી છે તેને સુખદાયી માને છે, જે વિનાશી છે તેમાં અવિનાશીની બુદ્ધિ કરે છે. આ મિથ્યાજ્ઞાન છે અને આવી અવળીઊંધી-વિપરીત દૃષ્ટિ એ મિથ્યાષ્ટિ એટલે કે મિથ્યાત્વ છે. એ અજ્ઞાનના અંધકારમાં રજુમાં સર્પની માન્યતાની જેમ દેહને જ આત્મા માની
વિકલ્પનો નાશ કરવા માટે ઘર્મ છે. ભાવઘર્મ, વ્યધર્મથી ચઢિયાતો છે.