Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
173
: હૃદય નયન નિહાળે જગધણી
' જે દેહધારી હોવા છતા દેહ-અંતર્ગત પોતાના પરમાત્મસ્વરૂપથી અભેદ થઈ, સ્વરૂપાવસ્થા-સ્વરૂપદશામાં, વિહરમાન છે અને નિર્વાણ પામતા અદેહી-અશરીરી-અયોગી એવી સિદ્ધદશા-સિદ્ધાવસ્થાને પામનાર, સદેહસાકાર-સયોગી કેવળી છે તે પરમાત્મા છે.
આવા શરીરધારી આત્માઓના ત્રણ મુખ્ય ભેદ છે. બાકી જે અશરીરી છે, તે સર્વ સિદ્ધાત્મા છે અને તે સર્વે લોકાગ્રશિખરે સિદ્ધશિલા ઉપર સાદિ-અનંતકાળ પરમધૈર્યને પામીને રહેલ છે. અહી; અરૂપી, અમૂર્ત છે. જેમ પુદ્ગલના જીવ સહિત સચિત્ત અને જીવ રહિત અચિત્ત એવા બે ભેદ છે તેમ જીવના પણ પુદ્ગલસહિત (શરીરધારી) સંસારી અને પુદ્ગલ રહિત (અશરીરી) સિદ્ધ એવા બે ભેદ છે. '
શુદ્ધ-અશુદ્ધની દૃષ્ટિએ દેહધારી, સંસારી આત્માનું વિભાજન વિચારીએ તો; જે અશુદ્ધ છે, કે જે પછી ૧૨-૧૪ કેરેટથી ઓછા કેરેટના સોના જેવો છે, તે “બહિરાત્મા” છે. જે શુદ્ધાશુદ્ધ એટલે કે ૧૪ થી ૨૨ કેરેટના સોનાના અલંકાર જેવો છે, તે માનવ સમાજના અલંકાર- દાગીના સ્વરૂપ “અંતરાત્મા” છે. અને જે શુદ્ધ નક્કર ઘનસ્વરૂપ ૨૪ કેરેટના કુંદન-શુદ્ધ સુવર્ણ સ્વરૂપ છે કે જેના અલંકાર નથી બનતા, એ મૂળ ધાતુસ્વરૂપ પરમાત્મા છે. એ સુવર્ણ કહેવાય છે કેમકે એ એના સુ એટલે સારા-પોતાના કે સ્વ, વર્ણ કહેતા રંગમાં છે. આત્મભાવ-સ્વભાવમાં છે.
સ્તવનના રચયિતા યોગીરાજશ્રી સ્વયં, આ જ સ્તવનની આગળની ગાથાઓમાં, વિશેષ વિગતે આત્માના આ ત્રણેય પ્રકારોને હવે સમજાવી રહ્યા છે.
આતમબુદ્ધ કાયાદિક ગ્રહ્યો, બહિરાતમ અઘરૂપ સુજ્ઞાની; કાયાદિકનો સાખીધર રહ્યો, અંતર આતમરૂપ સુજ્ઞાની. સુમતિ૭૩
બોઘની સૂટમતા એટલે બોઘની અસરકારકતા.