Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સુમતિનાથજી
જુદો છે એવો સતત વિચાર કરવાનો છે; એનાથી આ આત્મા સ્વપ્નમાં પણ શરીરની સોબતને નહિ કરે, એટલે પોતે શરીરમાં છે એવી બુદ્ધિ સ્વપ્નમાં પણ નહિ થાય. આવો નિશ્ચય થતા વ્રત અને અવ્રત, શુભ અથવા અશુભ જે બંધનું કારણ થાય છે અને શુભ અથવા અશુભ કર્મના અભાવથી મોક્ષપ્રાપ્તિ થાય છે; એટલા કારણથી મોક્ષની ઇચ્છા કરનાર મુનિ ઉપરની અવસ્થામાં વ્રત અથવા અવ્રત બન્નેના વિકલ્પનો ત્યાગ કરે છે. અને તે પોતે કર્યું છે અથવા પોતે નથી કર્યું તેનું અભિમાન કરતો નથી. વ્રત અને અવ્રતને ત્યાગવાનું કહ્યું છે તે ઉપરની ભૂમિકાની અપેક્ષાએ છે. એ ત્યાગની પહેલા એ અસંયમને છોડીને સંયમમાં રક્ત થઇ જાય છે. પછી સમ્યક્ પ્રકારે આત્મામાં અવસ્થિતિને પ્રાપ્ત કરીને એ સંયમથી પણ વિરક્ત થઇ જાય. આ રીતે એ સંયમના અભિમાનને પણ ન રાખે અને જાતિ અને લિંગ બન્ને દેહને આશ્રિત છે, અને આ દેહસ્વરૂપ સંસાર છે; મુનિ એટલા માટે લિંગ અને જાતિનો ત્યાગ કરે કે એ બન્ને સંબંધમાં પણ કોઈ પ્રકારનું અભિમાન ધારણ ન રે.’’
182
મુમુક્ષુ સાધકે આટલી હદ સુધીના પરાકાષ્ટાના ‘કાયાદિકના સાખીધર’’ એટલે સાક્ષી થવાનું છે. સાક્ષી એને જ કહેવાય કે જે વાદી કે પ્રતિવાદી; ફરિયાદી કે આરોપી કોઈની બાજુમાં ન હોય. એ જુદો-અળગો-નોખો નિરાળો હોય. તેથી જ જેવુ બન્યું છે અને પોતે જેવુ જોયું છે તેવુ જ કહે. એ જોનારો ને જાણનારો જ હોય. કહેવાનો અવસર આવે અને કહેવું લાભદાયી-હિતકારી હોય ત્યારે ભવિતવ્યતાનુસારે કહેવાજોગ જ કહે.
સ્નાત્રપૂજામાં પંડિતશ્રી વીરવિજયજી પણ ગાય છે...
“સરાગથી સંયમ આચરી, વચમાં એક દેવનો ભવ કરી; ચ્યવી પન્નર ક્ષેત્રે અવતરે, મધ્યખંડે પણ રાજવીકુલે...''
જેનું સ્વરૂપ સડન પડન વિધ્વંસન છે તે પુદ્ગલ છે.