Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
183
- હૃદય નયન નિહાળે જગધણી
સંયમનો રાગ રહ્યો, તો તીર્થકર ભગવાનના આત્માએ વચમાં દેવનો એક ભવ કરવો પડ્યો અને તેટલું મોક્ષને છેટું પડ્યું. સંયમનો પણ રાગ જાય ત્યારે વીતરાગ થવાય છે અને નિર્વિકલ્પ બની સર્વદર્શી સર્વજ્ઞ થવાય છે. ચેતન એવો આત્મા એના સ્વભાવથી જોનારો અને જાણનારો છે અને સિદ્ધાવસ્થામાં અશરીરી, સ્થિર અને અયિ છે. જ્યારે પુદ્ગલ એ જડ છે. એનામાં જોવા જાણવાની શક્તિ નથી તેથી તે આંધળું છે. પરંતુ એ રૂપ-રૂપાંતરને પામનારું પરિવર્તનશીલ છે અને ક્ષેત્ર-ક્ષેત્રમંતર કરનારું અસ્થિર હોવાથી ગતિશીલ-પરિભ્રમણશીલ છે. ચેતન એવો આત્મા જ્ઞાનમય હોવાથી દેખતો છે પણ આત્માને પગ ન હોવાથી તે પાંગળો છે.
જ્યારે પુદ્ગલ-પિંડનો બનેલ દેહ જડ હોવાથી આંધળો છે પણ પગ હોવાથી તે ચાલી શકે છે. વર્તમાનને શરીરધારી આત્મા એટલે આંધળા અને પાંગળાની જુગલબંધી. પાંગળો આંધળાના ખભે ચઢી બેઠો છે. આ ભેદ જે જાણતો નથી, એવો બહિરાત્મા પાંગળા એવા આત્માથી મળેલી આંખો વડે ચાલી રહેલ દેહરૂપી-નામધારી આંધળાને દેખતો જાણીને એનો જ દોરવાયો દોરવાય છે અને એ આંધળું પુદ્ગલ (કાયાદિક) જ્યાં લઈ જાય છે ત્યાં જાય છે. દેહ અને ઈન્દ્રિયોનો ચલાવ્યો તે ચાલે છે તેથી ભમતો, ભટકતો, અથડાતો, કૂટાતો, પીલાતો, પીસાતો રહે છે.
હવે જે અંતરાત્મા છે, તે જાણી લે છે કે જ્ઞાનસ્વરૂપે આંખ તો પાંગળા એવા આત્માની છે; નહિ કે પુદ્ગલની-કાયાદિકની. તેથી હવે તે આત્માની આંખે-આત્મચક્ષુથી દેહ-ઇન્દ્રિય-મન આદિ પુદ્ગલને ચાલવાની ફરજ પાડે છે. પહેલા લગામ નહિ હોવાથી કાયરૂપી તથા મનરૂપી ઘોડો, સવાર થયેલ બહિરાત્માને બેલગામ બેફામ ભમાવતોભટકાવતો હતો. હવે અંતર્મુખી સમ્યગ્દષ્ટિ અંતરાત્માને લગામ હાથમાં આવતા તનમનના ઘોડાનું નિયંત્રણ કરી પોતાની રીતિએ પોતાને જ્યાં
જેના સ્વરૂપમાં વર્ધમાનતા હોય, જેના ભોગવટામાં નિશ્ચિતતા, નિર્લેપતા હોય અને જે પૂર્ણતામાં લય પામતું હોય એ સાચું સમ્યમ્ સુખ છે કે જે વિરતિઘરોને હોય છે.