Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સુમતિનાથજી
રખાતી ધાવમાતાના રાજસંતાનો પ્રત્યે જેવા ભાવ હોય છે તેવા કાયાદિકના સાખીધર સમકિતી આત્માના ભાવ હોય છે.
“સમ્યગ્દષ્ટિ જીવડો કરે કુટુંબ પ્રતિપાળ અંતરગત ન્યારો રહે જિમ ધાવ ખિલાવે બાળ.’’
180
એ દેહને પણ પુદ્ગલ ગ્રહણ કરીને આત્મા દ્વારા બનાવાયેલો લેખતો હોવાથી અને પુદ્ગલ સડન, પડન, વિધ્વંસન સ્વભાવવાળું હોવાથી, એ દેહને પણ સડી જનારો, જીર્ણશીર્ણ થનારો એટલે કે રોગથી ઘેરાઈ જનારો અને જરાવસ્થા-વૃદ્ધાવસ્થાને પામી ખખડી જનારો માને તેથી દેહમાં આસક્ત ન થાય. દેહને સાધન માની, સાધનામાં જોડીને એ દેહમાં જ રહીને વિદેહી, અદેહી થવાની સાધના કરે. વિદેહી નહિ થાય ત્યાં સુધી દેહ હોય તેથી દેહત્યાગનો એટલે કે મરણનો પણ પ્રસંગ આવે ત્યારે દેહનો મોહ ન હોવાથી, એ મરણને પણ વિદેહી થવા માટેનો યોગ્ય, ઊંચો દેહ મેળવી આપનારું, કારણ ગણી મહોત્સવ બનાવે. જૂનું વસ્ત્ર તજી નવું સુંદર વસ્ત્ર ધારણ કરાવનાર મરણ છે, એમ સમજે; જેવું ગીતામાં જણાવ્યું છે.
અંતરાલ આનંદ અંતિમ આનંદથી ક્ષુલ્લક છે.
‘।। વાંસાસિનીનિ યથા વિહાય, નવનિ ગૃહાતિ નરોડપરાળિઃ ।।''
જે.દેહ્ અને આત્માને ભિન્ન સમજે, તે જાણે છે કે દેહ ભિન્ન એવા ચિહ્નન - આનંદઘન સ્વરૂપ નક્કર શુદ્ધ આત્મદ્રવ્યની પ્રાપ્તિ થઈ શકે છે અને તેથી તે કાયાદિકનો સાખીધર સમકિતી આત્મા એને માટે જ પ્રવૃત્તિશીલ હોય. જેણે દ્રવ્યને એટલે કે શુદ્ધ દ્રવ્યને ઓળખ્યુ છે, તે દ્રવ્યાનુયોગનો જ્ઞાતા, એ દ્રવ્યની શુદ્ધિ માટે શુદ્ધિકરણનો એટલે કે ચરણકરણાનુયોગનો યજ્ઞ કર્યા વગર રહે નહિ. સોના ચાંદીનો ઈચ્છુક