Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સુમતિનાથજી
178
એને ગળી જવા મોં ફાડીને બેઠો છે તો ય જે મધપૂડામાંથી ટપકતાં મધુબિંદુનું સુખ છોડવા તૈયાર નથી એ બહિરાત્મા છે.
બહિર્લક્ષી આત્માની અવળી માન્યતામાં એટલે કે એના પરિણામભાવમાં વધ-ઘટ રૂપ તીવ્રતા-મંદતા હોય છે. તીવ્રપણે બહિર્ભાવમાં રાચ્યો-માચ્યો રહેનારો ગાઢ-મિથ્યાત્વી હોય છે અને મંદ પરિણામવાળો મંદમિથ્યાત્વી હોય છે. મિથ્યા માન્યતાના ભાવમાં વધ-ઘટ થાય છે પરંતુ માન્યતા તો મિથ્યા અવળી જ રહે છે. મન અને બુદ્ધિ બેવડી ચાલ રમી ક્યારેક શુભભાવમાં તો ક્યારેક અશુભભાવમાં રાખી, આત્માનું સ્વરૂપ ઓળખવા જ નથી દેતાં. શુભાશુભથી પર એવા આત્માના શુદ્ધ સ્વરૂપની અને પોતે જ સ્વયં પરમાત્મા છે; એવી ભણક કે એવી ગંધ સુદ્ધા આવવા દેતા નથી. આત્માને આત્મભાવમાં આવવા નહિ દેતા અનાત્મભાવબહિર્ભાવમાં જ રમાડે રાખે છે. મોહરાજાને તો જીવ અજ્ઞાની રહે એ જ મનગમતી વાત છે. એના બધાં પેતરા એને માટેના જ હોય છે. મોડરાજાને ખબર છે કે જીવ જો એક વખત પણ પોતાની ભીતરમાં રહેલ પરમાત્મસ્વરૂપને બરોબર ઓળખી લેશે અને તેની શ્રદ્ધા કરશે તો પછી તે પોતાની મોહસત્તાને આધીન મોહરાજાના રાજમાં નહિ રહે. એક પણ જીવ પોતાના ફંદા-સકંજામાંથી છટકી જાય એ એને પસંદ નથી. એટલે જીવને શુભ કે અશુભભાવમાં રાખવા દ્વારા એનો ઈરાદો-મકસદ જીવને અજ્ઞાની રાખી પોતાને વશ કરવાનો છે. આ ચાલબાજીની જે જીવને જાણ થઈ જાય છે, તે પછી મોહને વશ એના ફંદામાં ન ફસાતા બહાર નીકળી જાય છે. અર્થાત્ સંસારમાંથી બહાર નીકળી જાય છે.
હવે જે પોતાને કાયાથી ભિન્ન એવો પરમાત્મસ્વરૂપ આત્મા એટલે કે શુદ્ધાત્મા માને છે, તે કાયાનો અને કાયાસંબંધી થતી બધી
અપવાદ સંયોગવશાત્ આયરણીય બને છે પણ તે દર્શનીય, આદરણીય કે અનુકરણીય કે કથનીય નથી બનતા.