Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સુમતિનાથજી
112
આતમ-આત્મા ત્રિવિધ-ત્રણ પ્રકારના છે. ધુરિભેદ-પહેલો પ્રકાર બહિરાત્મા છે. અઘરૂપ શબ્દપાઠ લઈએ તો બહિરાત્મા અઘ-પાપ રૂપ છે. બીજો પ્રકાર અંતરાત્મા છે અને ત્રીજો પ્રકાર પરમાત્મા છે જે અવિચ્છેદ એટલે કે અછેદ્ય એવો અક્ષર, અજરામર, અવિનાશી છે, તે સ્વરૂપથી અભેદ થયેલો છે અને દેહ છતાં દેહાતીત-વિદેહી છે. એમ છે! સુજાણ-સુજનસુજ્ઞાની-સુજ્ઞ તું જાણ!
લક્ષ્યાર્થ-વિવેચન : બધાય દેહધારીઓમાં, ભવ્યાત્માઓમાં આમ તો દ્રવ્યાર્થિક નયથી એક સરખો જ આત્મા રહેલ છે. પરંતુ પર્યાયાર્થિક નયથી બધાની અવસ્થા જુદી-જુદી છે. અવસ્થાભેદ હોવાથી સઘળાય આત્માઓનું વર્ગીકરણ બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એવા ત્રણ પ્રકારમાં કરવામાં આવ્યું છે.
- ભગવતી-સૂત્રમાં વધુ વિસ્તૃત રીતે આત્મા આઠ પ્રકારના જણાવ્યા છે. ૧) દ્રવ્યાત્મા ૨) યોગાત્મા ૩) ઉપયોગાત્મા ૪) કષાયાત્મા ૫) જ્ઞાનાત્માં ૬) દર્શનાત્મા ૭) ચારિત્રાત્મા અને ૮) વીર્યાત્મા.
બધાંય દેહધારીઓના દેહમાં આત્મા રહેલો હોવા છતા પણ જે શરીરને જ આત્મા માને છે અને શરીરથી જુદા સ્વતંત્ર આત્માના અસ્તિત્વને માનતો નથી, એવો દેહ-તાદામ્ય બુદ્ધિવાળો બહિર્મુખી પાપરૂપ આત્મા છે; તે પહેલાં પ્રકારનો “બહિરાત્મા' છે.
જે દેહથી ભિન્ન પરમાત્મસ્વરૂપે આત્માના સ્વતંત્ર અસ્તિત્વને માને છે, જે બહિર્મુખતા છોડી અંતરમુખી થઈ પરમાત્મસન્મુખ થયો છે અને જે સ્વયં પોતાના પરમાત્મસ્વરૂપને પામવાની ચાહનાથી તેને માટેની પ્રવૃત્તિ કરે છે; તે દેહધારી “અંતરાત્મા' છે.
સમ્યકત્વ એ દષ્ટિનો વિષય છે. આયરણનો વિષય નથી.