Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સુમતિનાથજી
તેથી મોટે-ભાગે પાપ જ થાય. માટે કવિવર્ય યોગીરાજે ‘બહિરાતમ અઘરૂપ'' કહેવા દ્વારા બહિરાત્માને પાપાત્મા જણાવ્યો છે.
જીવ પોતાની સ્વરૂપ અભાનતાને કારણે પર એવા પુદ્ગલમાં સ્વરૂપ બુદ્ધિ એટલે કે સચ્ચિદાનંદ-બુદ્ધિ અથવા તો સત્યમ્-શિવમ્સુન્દરમ્ બુદ્ધિ કરી બેઠો છે અને તેથી ઈન્દ્રિયોના માધ્યમે વિષયોમાં સુખ ઇચ્છે છે. આ જ તેનું બહિરાત્મપણું છે; જે સંસાર છે કારણ કે સંસરણ એટલે કે સરકવાપણું છે. આવા બહિરાત્માના લક્ષણો એક જ્ઞાની પદ્યમાં આ રીતે જણાવે છે...
પુદ્ગલમાં રાચ્યો રહે, પુદ્ગલ સુખ નિધાન; તસ લાભે લોભ્યો રહે, બહિરાતમ અભિધાન શરીર એહિ જ આતમા, માને મોહી લોક; વાચા મન પણ આતમા, બહિરાત્માની ઝોક.
176
હું એનો એ માહરો, જ્યાં લગી એ બુદ્ધિ; અજ્ઞાની સુખ કેમ લહે, પ્રકટે નહિ સ્વશુદ્ધિ હું કરતો.હું બોલતો, મારા વિણ શું થાય; એવી બુદ્ધિ જ્યાં લગે, તાવત ભવ ભટકાય.
એ ધન મારું માનતો, તસ લોભે લોભાય; વિવિધ સંકટ વેઠતો, ભવમાંહી ભટકાય. સ્ત્રી પુત્ર પરિવાર સૌ, મારા માને જેહ; બહિરાતમ સુખ શું લહે, ભૂલ્યો ભટકે તેહ.
શરીરપર મમતા ધરે, કરે પાપના કામ; ભવમાંહી તે ભટકતો, થાશે દુઃખનું ઠામ.
ઉપદેશ કરતાં ઉપાય વધુ ઉપયોગી છે.
૧
૩
૫
દ
૭