Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
171
હૃદય નયન નિહાળે જગધણી
' આ પંક્તિમાંથી એવો પણ ભાવ નીકળે છે કે ભગવાનશ્રી સુમતિનાથની આજ્ઞાનો સ્વીકાર ત્યારે જ થઈ શકે કે જ્યારે પોતાની મોહાંધ આપમતિ-સ્વછંદ છોડીને ગતાનુગતિક્તાએ બહુમતિને અનુસરવાના અને માત્ર લોકરંજન કરવાના વિચારને તિલાંજલિ આપવામાં આવે.
આ મહાન મોગલ સમ્રાટ અકબરે, એના દરબારના નવરત્નમાંના એક ગવૈયા તાનસેનને પૂછ્યું કે એની ગાયકી એના ગુરુ હરિદાસથી ફિક્કી કેમ છે? તાનસેને જવાબ આપ્યો કે હું દિલ્હીથરને ખુશ કરવા એક દરબારી તરીકે ગાઉં છું જ્યારે મારા ગુરુ ભક્ત બનીને ભગવાન જગદીશ્વર માટે ગાય છે. દિલ્હીશ્વર અને જગદીશ્વરમાં જેટલો ફરક હોય એટલો ફરક મારી અને મારા ગુરુની ગાયકીમાં રહેવાનો જ ! '
તેથી જ નારાયણ ભક્તો સમર્પણના ગાણા ગાતા કહે છે... "कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्धयात्मना वा प्रकृतेः स्वभावात्।
करोमि यद्यद् सकलं परस्मै नारायणायेति समर्पयामि ।।
પોતાના સુકૃતનું સમર્પણ હોય પણ સામાન્યથી એની અનુમોદના હોઈ શકે છે. હા! પરના સુકૃતની અનુમોદના પ્રશંસા હોય અને સ્વ દુષ્કતની ગર્તા જરૂર હોય. - નિંદામિ ગર્તામિ હોય.
ત્રિવિધ સકલ તનુધરગત આતમા, બહિરાતમ ધુરિ ભેદ, સુજ્ઞાની; બીજો અંતર આતમા તીસર, પરમાતમ અવિચ્છેદ, સુજ્ઞાની. સુમતિ૭૨
પાઠાંતરે “ધુરિ ભેદ'ની જગાએ “અઘ રૂપ”, “આતમા'ની જગાએ આતમ' અને “પરમાતમની જગાએ “પરિમાતમ' એવો પાઠ છે.
શબ્દાર્થ : સકલ-બધાય-સઘળા તનુધરગત-શરીરધારીને રહેલાં
વસ્તુ કેવી છે તે વ્યવહારનો વિષય છે. વસ્તુ પ્રત્યેની દષ્ટિ કેવી છે એ નિશ્ચયનો વિષય છે.