Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
169
હૃદય નયન નિહાળે જગધણી
- અર્પણતા, સમર્પણતા, સ્વાર્પણતા અને સર્વાણિતા એ ન્યોછાવરીના એક પછી એક ઉત્તરોત્તર ચઢિયાતા પ્રકાર છે. એ એકાકાર કરી શૂન્યાકાર બનાવીને સર્વકાર ભણી લઈ જાય છે.
સ્વાનુભૂતિ સંપન્ન ખીમજીબાપાએ સરપણ શબ્દનો અર્થ સાપણ કરીને “પરિસરપણ સુવિચાર” પદનું અર્થઘટન અન્યથી જુદા પડીને આગવી રીતે કર્યું છે. એ દૃષ્ટિકોણ પણ વિચારણીય છે. ' | સરપણ એટલે સાપણ-નાગણ. એ પરિસર-પરિઘ-કુંડાળું રચીનેગૂંચળું વળીને સાપોલિયાઓને જન્મ આપે છે, જે એકથી અધિક ઘણા બધાં હોય છે. પ્રસવ વેદનાથી ભૂખાળવી થયેલ સાપણ પોતે, જેને જન્મ આપ્યો છે, એ પોતાના જ બચ્ચાં-સાપોલિયાને ખાઈ જાય છે. જે બે ચાર સાપોલિયા ગૂંચળા-કુંડાળાની બહાર નીકળી જાય છે તે બચી જાય છેજીવી જાય છે. સાપણ જેવા મન અને બુદ્ધિના ઘેરાવા-ચકરાવાકુંડાળામાંથી જે નીકળી જાય છે તે જ ઈચ્છા- વિચાર રહિત નિરીક (વીતરાગ) અને નિર્વિકલ્પ બની જાય છે અને જીવી જાય છે અર્થાત્ પોતાના મૌલિક સ્વરૂપ અને સ્વભાવને પામીને સાચી ચૈતન્યતાનેજીવંતતાને પામે છે. આ ઉપમાથી યોગીરાજનું કહેવું એમ લાગે છે કે જે કોઈ આ સંસારરૂપી સાપણની નાગચૂડ (પકડ)માંથી નીકળી જાય છે, તે સંસારના ચક્રાવામાંથી મુક્ત થઈ જાય છે. દેહભાવથી મુક્ત થાય છે તે દેહાતીત વિદેહી બનીને અદેહી થાય છે.
કુંડાળામાંથી-વર્તુળમાંથી નીકળવા તે વર્તુળને મોટું અને મોટું કરતા જઈને-પરિસરને પસારતા-ફેલાવતા-વિસ્તારતા જઈને પણ તેમાંથી બહાર નીકળી જઈ શકાતું હોય છે. પહેલા જીવન સ્વલક્ષી-સ્વકેન્દ્રી સ્વાર્થી હોય છે. બધે પોતાનો જ સ્વાર્થ જોવાતો હોય છે કે મારું શું?
વલણ આત્માના શુદ્ધસ્વરૂપ તરફનું હોય અથવા નિરારાંશભાવે ગુણપ્રાપ્તિનું હોય
ત્યારે પુણ્યાનુબંધી પુણ્ય બંઘાય.