Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
167
હૃદય નયન નિહાળે જગધણી
સર્વ ભૂમિકામાં અશુભ ભાવો જેવા હેય છે તેવા શુભભાવોને હેય સમજવાના નથી. સાધક શુભ ભાવોના આલંબને જ આગળ વધી શકે છે પણ ત્યાં સ્થિર થવાથી એટલે કે અટકવાથી પણ સ્વરૂપ પ્રાપ્ત થઈ શકતું નથી. સ્વરૂપની પ્રાપ્તિ માટે ક્ષયોપશમ ભાવોનો પણ ધર્મસંન્યાસ અપેક્ષિત છે. એવો વિવેક આવકાર્ય છે. અર્થાત્ આવો સૂધી-સીધો અર્થ ધારણ કરવો જરૂરી છે.
એ માટે પહેલા તો બુદ્ધિ જે કુબુદ્ધિ છે કે જેથી આત્માપર વિષમતાનો જે કાટ-મેલ ચડી ગયો છે, તેને દૂર કરી; સરળ, સપાટ, શુભ, સ્વચ્છ, ચકચક્તિ દર્પણ જેવી બનાવવાની છે. એટલે જ અવધૂતયોગી કવિરાજ સુજ્ઞાનીના વાત્સલ્યસભર આત્મીય સંબોધનપૂર્વક ફરમાવે છે કે, સુમતિનાથ પ્રભુના ચરણકમલમાં આત્માને અર્પિત કરવા દ્વારા, મન એટલે કે ઈચ્છા અને બુદ્ધિ એટલે વિચાર-વિકલ્પને ધરી ઘો! દેહના હું કોરને અને મનના “અહંકારને પ્રભુચરણે ધરી દ્યો. “પ્રભુની ઈચ્છા એ જ મારી ઇચ્છા અને પ્રભુની આજ્ઞા એ જ મારું કર્તવ્ય” એવા “તહત્તિ'ભાવથી આજ્ઞાધીને વર્તો! કે જેવી વર્તના આપણા લબ્ધિ તણા ભંડાર, કેવળજ્ઞાનદાતાર, પરમ-ગુરુ, પ્રભુના પરમ-વિનીત, પ્રથમ-શિષ્ય, ગૌતમસ્વામીજીની હતી; જેવી અનન્ય આજ્ઞાધીન વર્તના ભરત-લક્ષ્મણની રામ પ્રત્યે, અર્જુનની કૃષ્ણ પ્રત્યે અને એકલવ્યની ગુરૂ દ્રોણાચાર્ય પ્રત્યે હતી.
જ્ઞાનીની આજ્ઞાના અનુસાર વર્તવાથી-રહેવાથી અહંકાર ઓગળે છે અને વિકારો ખરી જાય છે. કેવળ સ્વમતિ અનુસારની ઉત્કૃષ્ટ આરાધના કરતા ગુર્વાશાનુસારી મધ્યમ કે જઘન્ય પ્રકારની આરાધનાનું ફળ કોટિગણું ચડિયાતું હોય છે. આ માટે લક્ષ્મણાજી સાધ્વીજીનું કથાનક વિચારણીય છે.
આત્મા અનંત ઘર્માત્મક છે, તેને સમજવા સપ્તભંગીની યના છે.