Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
165
હૃદય નયન નિહાળે જગધણી
5
ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત;
પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત.
તેથી જ સન્મતિ પ્રદાયક - સમ્યગ્ મતિજ્ઞાન પ્રદાયક સુમતિનાથ જિનેશ્વર ભગવંતના ચરણકમલમાં આત્મસમર્પણ કરીને પરિસર્પણ કરવું એટલે કે એમણે અંકિત, કરેલા ચિહ્નો ઉપર એની પાછળ-પાછળ ચાલ્યા જવું – એને અનુસરવું તે જ પ્રાપ્ત મતિનું સાચું તર્પણ છે. પરિસર્પણ શબ્દનો આજ લક્ષ્યાર્થ છે.
સુમતિજિન ચરણે જ કેમ સમર્પણ કરવાનું? પ્રશ્નના સમાધાનમાં આત્માનંદી યોગીરાજજી કારણો આપે છે. સુમતિનાથ ભગવાનના ચરણો, કમલ જેવા કોમળ-વાત્સલ્ય સભર મુલાયમ છે, કમલ જેવા નિર્લેપ એટલે કે નિર્મોહી, નિર્મમ, વીતરાગી છે, સર્વદર્શીતા, સર્વજ્ઞતાની સુગંધથી કમલ જેવા સુગંધિત મોહક-આકર્ષક છે. એટલું જ નહિ પણ પાછા દરપણ એટલે અરીસાની જેમ પ્રતિબિંબ ઝીલનારા છે અને પોતાના સ્વભાવમાં રહેનારા અવિકારી છે. મિષ્ટાન્નનું પ્રતિબિંબ પડે કે વિષ્ટાનું પ્રતિબિંબ પડે; ભડભડ બળતા અગ્નિનું પ્રતિબિંબ હોય કે પછી લહેરાતા જલતરંગનું પ્રતિબિંબ હોય; એની કોઇ અસરથી પ્રભાવિત થયા વિના – ઉષ્ણ કે શીતલ થયા વિના દર્પણ તો એના દર્પણત્વમાં જ રહે છે. એ જ રીતે સકલ-સચરાચર સૃષ્ટિ એના જ્ઞેયત્વથી સુમતિનાથ ભગવાનના કેવળજ્ઞાનમાં શેયરૂપે ઝળકવા છતા ભગવાન તો બાધ્યબાધક-ભાવ વિનાના અવ્યાબાધ જ રહે છે. આ જ કારણોથી એમના ચરણમાં આતમ અરપણ એ મતિનું તરપણ છે. મતિજ્ઞાનનું કેવળજ્ઞાનરૂપે પ્રગટીકરણ છે.
મહર્ષિ યોગીરાજનું કહેવાનું તાત્પર્ય એવુ છે કે આત્માની બહારની સપાટી ઉપર એટલે કે પર્યાયમાં-વર્તમાન અવસ્થામાં વિષમતાના વાદળો
સ્વરૂપ તરફ ઢળેલું જ્ઞાન જ રસરૂપ બને છે.