Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
163
હૃદય નયને નિહાળે જગધણી
તરપણ એટલે કે બુદ્ધિનું તર્પણ કરવા જેવું છે. અર્થાત્ બુદ્ધિની તડપનનું - બુદ્ધિની તરસનું છીપણ એટલે કે તૃપ્તિ છે. અને આ વાત ઘણા બધા સુજ્ઞ જનોને સમ્મત એટલે કે માન્ય છે. ઘણા બધાયે આવું કરવું પસંદ કર્યું છે; એમ હે! સુગ્યાની-સુજ્ઞજન-મતિમંત તું જાણ! એ મતિ તરપણ કાંઈ મતિ ત્યાગ નથી પણ તે મતિને સુમતિ બનવારૂપે મતિનું પરિસરવાપણું - પસરવાપણું છે. એમ છે! સુજ્ઞજન તું જાણ!
લક્ષ્યાર્થઃ વિવેચનઃ ચરણ-અરપણ-દરપણ-તપણ-પરિસરપણ આદિ પ્રાસયુક્ત શબ્દોની ગોઠવણી કરવા દ્વારા કવિરાજ આનંદઘનજીની અત્રે કવિત્વ શક્તિ, ભાષા વૈભવ અને આહ્લાદકતાની પ્રતીતિ થાય છે. ચેતનની ચૈતન્યતાને ઝંકૃત કરનારા - ચેતનને સ્કુરાયમાન કરનારા જાણે ન હોય ! એવા એ શબ્દો સોહામણા લાગે છે.
પ્રથમ ઋષભજિન સ્તવનની અંતિમ પંક્તિ...
કપટ રહિત થઈ આતમ અરપણા રે, આનંદઘન પદ રેહ.” ના અનુસંધાનમાં અહીં “આતમ અરપણા” થી આનંદઘનજી મહારાજા સુમતિનાથ પ્રભુના ચરણકમળમાં સ્વનું સમર્પણ કરીને લઘુતા બતાવી રહ્યા છે. જે લઘુ બને છે તે જ પોતાના આત્માને દર્પણ જેવો સ્વચ્છ બનાવી શકે છે અને આકાશ જેવો વ્યાપક તથા નિર્મળ બનાવી શકે છે. તેમ કરતા પ્રાપ્ત મતિને નિર્મળ બનાવી શકે છે. જે પોતાની મતિ એટલે બુદ્ધિને નિર્મળ બનાવવારૂપ મતિનું તર્પણ કરે છે, તે મતિને કેવળજ્ઞાનરૂપે પરિણમાવવા સમર્થ બને છે. આવી સુમતિ કેવળજ્ઞાનધારક સુમતિનાથ ભગવાન સુજ્ઞજનને આપી રહ્યા છે.
સર્વ-પ્રથમ તો આપણી મતિને એટલે કે આપણા મતિજ્ઞાનને કે
દર્શનમોહનીયનો ઉદય બહારમાં સુખ મનાવે છે અને યારિત્રમોહનીયનો ઉદય બહારના સુખને સારું લગાડે છે.