Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સુમતિનાથજી
162
પહેલાં ચરણમાં પ્રીતિ થઈ. બીજા ચરણમાં પ્રીતમને પામવાના પ્રેયના પંથને નિહાળ્યો. ત્રીજા ચરણમાં પ્રેય પંથે પ્રયાણ માટેની સજ્જતા, યોગ્યતાને વિકસિત કરવાની વિચારણા કરી. ચોથા ચરણમાં વિકસિત યોગ્યતાના લક્ષણ સ્વરૂપ પ્રિયના દર્શનની પ્યાસ જાગી.
- જે પ્રિયના દર્શનની પ્યાસ જાગી છે, તે પ્રીતમ પરમાત્મા કેવો દર્શનીય, વંદનીય, વિશ્વસનીય-શ્રદ્ધેય, આરાધ્ય, ઉપાસ્ય, ઉપેય છે? અને તેના દર્શનનો પ્યાસો ઉપાસક આરાધક અંતરાત્મા કેવો છે? તથા જેને દર્શનની તરસ નથી તે મૂઢાત્મા-બહિરાત્મા કેવો છે? એનું વિવરણ, યોગીવર્ય કવિરાજ આનંદઘન મહારાજ હવે આ પાંચમા ચરણરૂપ સુમતિને આપનારા પાંચમા સુમતિનાથ ભગવાનની સ્તવનાના માધ્યમે કરે છે. સુમતિ-ચરણ-કજ આતમ અરપણા, દરપણ જિમ અવિકાર, સુજ્ઞાની; મતિ તરપણ બહુ સમ્મત જાણીએ, પરિસર પણ સુવિચાર સુજ્ઞાની. 1 . સુમતિ-ચરણ-કજ આતમ અરપણા. ૧ " પાઠાંતરે આતમ અરપણાનું આતમરૂપણ અને સમ્મતનું સુમતિ છે. વળી કેટલેક ઠેકાણે સુજ્ઞાની સંબોધન કડીના અંતે એક જ વાર આવે છે.
શબ્દાર્થ : જે સુમતિ એટલે કે સારી મતિ-સન્મતિ-સુબુદ્ધિસંબ્રુદ્ધિના નાથ-માલિક છે, એવા સુમતિનાથ જિનેશ્વર ભગવંતના ચરણ કજ એટલે કે ચરણકમલ-પદકમલ-ચરણારવિંદ કે જે દરપણ એટલે દર્પણ-આયના-અરીસા જેવા છે. બિંબનું પ્રતિબિંબ ઉપસાવી શકે તેવા છે. સરળ, સપાટ, સ્વચ્છ, શુભ, ચળકતા, જરાય ફેરફારને, બગાડને કે વિકૃતિને ન પામનારા અવિકારી છે, તેવા સુમતિનાથ ભગવાનના ચરણકમલમાં આતમ અરપણા એટલે આત્મા અર્પણ કરવો તે મતિ
નિશ્ચયનો ભાર દૃષ્ટિ ઉપર છે. વ્યવહારનો ભાર કરણી ઉપર છે.