Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી અભિનંદન સ્વામીજી
146
તે સમીપ રહીને પણ દૂર થઈ જાય. અન્યથા દૂર રહીને પણ સમીપ હોય!
ત રે તનીષા અંતરની દૂરીથી દૂરી નથી પણ અંદરના અંતર(દૂરી)થી અંતર છે. વાસ્તવમાં તો ગુરુના આજ્ઞારૂપી દેહની નજીકમાં-ઉપનિષદમાં રહેવાનું છે અને નહિ કે ગુરુના પાર્થિવદેહની નજીક. આ જ જૈનદર્શનના આણાએ ધમ્મો!” ના આગમસૂત્રનું પરમ રહસ્ય છે.
વીતરાગનો માર્ગ વાદ-પ્રતિવાદ-વિવાદ-વિખવાદથી પર એવો નિઃશંક, નિઃશબ્દ બનાવનારો, નિર્વિવાદ, વીતરાગવાદ છે. એ અસંગ, એકાન્ત, અશબ્દ ભણી દોરી જનારો દૈતના કંઠમાંથી અદ્વૈતના નિર્ધદ્રમાં લઈ જનારો છે. વીતરાગવાણી સ્યાદ્વાદવાણી હોય છે. એ તો શાંતપ્રશાંત-ઉપશાંત બનાવનારી, અમૃતવર્ષા કરનારી, અમૃતવાણી હોય છે. એ તો ડંખ વગરની, મધમીઠી, મધુરી વાણી હોય છે. દુનિયાના પટમાં પ્રત્યેક ધર્મ, ભાષા, જાતિ, કોમને સ્વીકાર્ય એવો આ નિર્વિવાદ વિશ્વસ્વીકૃત બને એવો વીતરાગમાર્ગ છે. ન સ્વીકારનારાએ સમજવું જોઈશે કે મારામાં ભીતરમાં ઊંધાઈ, આડાઈ, અવળાઈ પડી છે કે જે મને આ સાચા સમ્યગ્માર્ગને સમજવામાં અંતરાય કરે છે. એ મારી વક્રતા અને જડતા છે. અનાદિના અવળા કુસંસ્કાર છે તે જાય તો આ સમ્યગૂ વીતરાગમાર્ગ હાથમાં આવે.
ઘાતી હૂંગર આડા અતિ ઘણા, તુજ દરિસણ જગનાથ; ધીઠાઈ કરી મારગ સંચરું, સેંગૂ કોઈ ન સાથ. અભિનંદન,
પાઠાંતરે ઘાતીની જગાએ ઘાતિયાં, ડુંગરની જગાએ ઢંગર હો, દરિસણની જગાએ દરસણ, મારગની જગાએ મારગિ અને સંચરુની જગાએ સાંચરું છે.
હદયથી જે રૂચિકર છે તે દૂર છતાં સમીપ છે. એ હૃદયસ્થ જ છે.