Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી અભિનંદન સ્વામીજી
150
ધરાવનાર, વિરાટ પરમાત્મસ્વરૂપ આત્મા આવરાઈ-છૂપાઈ ગયો છે તેથી તે દેખાતો નથી. જેવી રીતે ઘેટાં બકરાના ટોળામાં સિંહ, કસ્તુરી-મૃગની નાભિમાં જ કસ્તુરી, તલમાં તેલ, કાષ્ટમાં અગ્નિ અને દહીંમાં જ ઘી છૂપાયેલ રહેલ છે; એમ કર્મના આવરણો-આચ્છાદનોથી જ દેહાલયમાં દેવ-પરમાત્મસ્વરૂપ આત્મા ઢંકાયેલો – ધરબાયેલો – છૂપાયેલો રહેલ છે. જેમ સૂર્યના તાપથી જ ઉદ્ભવેલા, વાદળાની આડે, સૂર્યનું ઢંકાવું થાય છે એમ જ આત્માના સ્વયંના કરેલાં કર્મોથી આત્માના પરમાત્મસ્વરૂપનું ઢંકાવું થાય છે.
“સહુ ચલો જીતવા જંગ, ભૂગલો વાગે, યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે''
“ડગલું ભર્યું કે ના હઠવું, ના હઠવું...” એવું શૂરાતન ઊભું કરી, ધિટ્ટાઈથી હઠીલો થઈ, આ બધી આડખીલી-અંતરાયોની પરવા કર્યા વિના રીઢો બની-કાઠો થઈ સાહસ કરી મારગમાં આગેકૂચ તો હું કરવા માંગું છું. પણ સાથે ચાલનાર સંશT: - સેંગુ સાથીદાર, વળાવિયો, ભોમિયો પણ મળતો નથી, તો એકલો અટૂલો અજાણ્યો આ બધી આડશ-અંતરાયોને હું કેમ કરીને ઓળંગી જઈ આપના દેવદર્શનનેસમ્યગ્દર્શનને પામી શકીશ?
દરિસણ દરિસણ રટતો જો ફિરું, તો રણરોઝ સમાન; જેને પિપાસા હો અમૃતપાનની, કિમ ભજે વિષપાન. અભિનંદનવપ
પાઠાંતરે દરિસણનું દરસણ કે દરશણ, ફિરુંનું ફરું, તોનું તે, રણરોઝનું રાનિરોજ ભાજેનું ભાજે અને વિષપાનનું વિસપાન છે.
શબ્દાર્થ દરિસણ એટલે કે દર્શન. દર્શન દર્શનની રટ લગાવીને
નયના આલંબનથી તરતું નથી. નયથી સ્વરૂપની સમજ આવે છે. પણ તરાય છે તો સ્વભાવથી જ !