Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
149
- હૃદય નયન નિહાળે જગધણી
પુરુષાર્થ છે. મોક્ષ માટેનો જે જ્ઞાતા-દષ્ટાપણામાં રહેવાનો મોક્ષપુરુષાર્થ છે તે આત્મપુરુષાર્થ છે. કર્તા-ભોક્તાપણાના અવળા ભ્રાંત પુરુષાર્થથી ઘાતિકર્મોના ડુંગરોના ખડકલા ખડકાયા છે. આગ્રહથી તો, એ ઘાતક પાછા દઢીભૂત થાય છે. આગ્રહ એ તો મોટામાં મોટો વિગ્રહ છે. એ આત્મપુરુષાર્થ, ભ્રમ ભાંગીને જ્ઞાયકભાવની પાક્કી ઓળખાણ કરાવડાવી, એ જ્ઞાયકભાવમાં જ કરવાનું (સ્થિર થવાનું) લક્ષ બંધાવે છે. આ લક્ષની પૂર્તિ માટેના જ આચાર, વિચાર અને વ્યવહાર, જ્ઞાની, દેવ ગુરુ ભગવંતો બતાડે છે અને એના જ અનુસરણનો ઉપદેશ આપે છે. આ માટે થઈને જ અભિનંદન જિનના દર્શન કરવા જાઉં છું અને આપના જિનદર્શનના માધ્યમે જૈનદર્શનને પામવા જાઉં છું; તો મારા જ બાંધેલા ને ઊભા કરેલાં ઘાતિકર્મોના ડુંગરા-ખડકલાઓ આંડ આવે છે અને અંતરાય કરે છે. અજ્ઞાની અને અહંકારી બનીને મોહવશ થઈ મેં જ એને પોષ્યા છે, જે આજે મારી જ આડે આવી મને આગળ વધવામાં અટકાયત કરે છે. મારા જ કર્યા મારી આડે આવે છે. ભ્રાંતિની ભીંત આડી આવી દર્શન કરવા દેતી નથી. દર્શન થતું નથી તેથી ભાસન, આચરણ-રમણ પણ થતું નથી.
ધીરા ભગતે પણ કંઈક આવી જ વાત જરા અવળી રીતે કરી છે.. તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહિ; અજાજૂથ માંહે રે, સમરથ ગાજે સહીં. સિંહ અજામાં કરે ગર્જના, કસ્તુરી મૃગ રાજન; તલની ઓથે જેમ તેલ રહ્યું છે, કાષ્ઠમાં હુતાશન; દધિ ઓથે ધૃત જ રે, વસ્તુ એમ છૂપી રહી. તણખલા જેવા કર્મોની ઓથે-એની છાયામાં, પર્વત સમાન માનતા
દ્રવ્યસ્વભાવ અને પર્યાય સ્વભાવ, એમ બે સ્વભાવ છે. આ બે સ્વભાવમાં આલંબન વ્યસ્વભાવનું લેવું કે જે ત્રિકાળ છે. પર્યાય સ્વભાવ ક્ષણિક છે. એના જ્ઞાતા દષ્ટા થવું.