Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
155 હૃદય નયન નિહાળે જગધણી
' મુમુક્ષુ સાધકને પિપાસા-પ્યાસ પિયુષની એટલે કે અમૃતપાનની છે. જ્ઞાનસુધારસની તરસ છે. એ દરિસણ તરસ્યો સમ્યગ્દર્શન-કેવળદર્શનદિવ્યદર્શનની તરસ છીપાવવા દરિસણ દરિસણ રટતો ઠેકઠેકાણે ભટકે છે. ભટકતા ભટકતા થાકેલો પાકેલો, હારેલો, હતાશ થઈને જે મળે તે લઈ લે છે અને પોતાની મુરાદ પાર પડી ગઈ છે, એમ માનીને મનને મનાવી લે છે. વ્યવહાર સમ્યગ્દર્શનની પ્રાપ્તિને જ ગ્રંથિભેદજનિત નૈયિક સમકિત થયાનું માની લઈ ભ્રમમાં રહે છે. અથવા તો ચોથા ગુણઠાણાના સમ્યકત્વથી અટકી જઈને આગળના નિશ્ચયનય સંમત જ્ઞાન-દર્શનચારિત્રના અભેદ પરિણામરૂપ સાતમા ગુણઠાણાના નૈશ્ચયિક સમ્યકત્વ સુધી પહોંચતો નથી, તેથી ક્ષપકશ્રેણિના મંડાણ થતાં નથી અને કેવલ્યનું પ્રાગટ્ય થતું નથી. અમૃતપાન થતાં નથી. તેથી તૃપ્તિ-પરિતૃપ્તિ થતી નથી. પૂર્ણકામ-નિરીહ-વીતરાગ થવાતું નથી. આમ અમૃતપાનના પ્યાસાને વિષપાન મળે તો, તેનાથી કાંઈ થોડી અમૃતપાનની તરસ છીપાય? મૃગજળ-ઝાંઝવાના નીરથી કાંઈ તરસ્યાની તરસ ન છીપાય. પાણીના ચિત્રથી કે પાણીના જોવા માત્રથી કાંઈ તરસ ન છીપાય. જલપાન કરીએ ત્યારે કોઠે ટાઢક થાય. એઠવાડ ફેંદવાથી પરમાન્સથી થતી તૃપ્તિ નહિ મળે. અહીં મહામહોપાધ્યાય યશોવિજયજીની મહાવીરજિન સ્તવનાને યાદ કરવા જેવી છે..
ઝીલ્યા જે ગંગાજલે, તે છિલ્લરજલ નવિ પેસે રે; જે માલતી ફૂલે મોહિયા, તે બાવળ જઈ નવિ બેસે રે. ગિરુઆરેઠ
રીલેટીવ સત્યને એટલે કે સાપેક્ષ વ્યવહાર સત્યને રીયલ, નિરપેક્ષ પારમાર્થિક સત્ય માની લેવું એ અમૃતપાન નથી પણ વિષપાન છે, જે તારક નથી પણ મારક-ઘાતક છે. એ જીવન નથી પણ મરંણ છે.
નયો વસ્તુતત્વનો આંશિક બોઘ કરાવી ચરિતાર્થ થાય છે: પ્રમાણ વસ્તુતત્ત્વનો પૂર્ણ બોઘ કરાવી ચરિતાર્થ થાય છે.