Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
157
: હૃદય નયન નિહાળે જગધણી
જે સમ્યગ્દર્શનની પ્રાપ્તિરૂપ છે; એ સિદ્ધ થઈ જાય તો પછી મારી આ દરિસણની તરસણ-તડપનનો અંત આવી જાય. એ દરિસન તરસનના અંતની સાથોસાથ મારા જન્મ-જીવન-મરણના ચકરાવાનો એટલે કે જન્મજરા-મૃત્યુની ઘટમાળના તરાસ-ત્રાસનો પણ અંત આવે. હું ભવપાર ઉતરું જેથી ભમરડાની માફક થતું ભવભ્રમણ અટકે. જો જીવનકાળમાં જ આ જીવનકાર્ય સિદ્ધ થતું નથી તો મરણ થતાં એની ધારા તૂટી જાય છે અને પછી એ દુર્લભ, અતિ-દુર્લભ બની જાય છે.
હે અભિનંદન જિન પ્રભુ આપના પ્રભુદર્શન-દેવદર્શનથી જો મને સત્યદર્શન – સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય, તો મારા ભવભ્રમણની એક સીમા, નક્કી થઈ જાય કે બસ હવે વધુમાં વધુ અર્ધ પુદ્ગલપરાવર્ત સુધીનો જ આ ચકરાવો છે. ભમરડાનું ભવભ્રમણ ધીમું પડી જાય. બાકી જો હું તે સમ્યગ્દર્શનને મારા પ્રાણથી અધિક સાચવું તો ૫-૧૫ ભવમાં મારી સંસારયાત્રાનો-સંસાર પરિભ્રમણનો અંત આવી જાય. એમાં ય જો કેવળદર્શન-દિવ્યદર્શન થઈ જાય તો તો પછી આ મારું છેલ્લું મરણ બની જાય અને નિર્વાણ પામતા, નિઃવાન એટલે કે અશરીરી થઈ સિદ્ધપદને પામી જાઉં. મારા સઘળા કારજ સિદ્ધ થઈ જાય એટલે પછી મને કરવાપણાબનવાપણા-થવાપણામાંથી મુક્તિ મળી જાય અને કૃતકૃત્ય થઈ જઉં !
આવું આ આત્મદર્શન-સમ્યગ્દર્શન એ તો બહુ બહુ મૂલ્યવાન દુર્લભ જણસ છે. એ દુર્લભ છે તેથી સહેલાઈથી મળે એમ પણ નથી. એની દુર્લભતાને અને એ દુર્લભને સુલભ બનાવવાની મારી નિર્બળતાને મેં પ્રભુ આપને દિલ ખોલીને જણાવી દીધી છે. મને એ પુરુષાર્થ સાધ્ય નથી જણાતી. લાગે છે કે એ કૃપાસાધ્ય છે. હવે તો પ્રભુ તું આપે તો એ જણસ તારી કૃપા મહેરબાનીથી આ “આનંદઘન મહારાજને મળે એમ
અજ્ઞાનીને પુણ્યનો ભરોસો છે પણ જાતનો-આત્માનો ભરોસો નથી.