Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી અભિનંદન સ્વામીજી
156
અથવા તો જ્ઞાનસુધારસપાન એ જ્ઞાનાનંદ છે જેમાં નિર્ભયતા, નિશ્ચિતતા, નિઃશંકતા, નિરીહતા, નિર્મોહીતા છે અને તેથી જ તે અમૃત છે કારણ કે જન્મ-મરણનો અંત છે. જ્યારે વિષપાન એ વિષયોના ખાનપાન છે કે જે વિષયસુખમાં ભય, ખેદ, ચિંતા, થાક છે અને અશુચિ તથા જનમમરણના ચકરાવારૂપ ભવભ્રમણ છે. વિષયમાં સુખબુદ્ધિ એ મિથ્યાત્વ છે કે જેનાથી ઘાતિકની પુષ્ટિ ને વૃદ્ધિ થતી હોય છે. વિષયસુખ ભવોભવના ભાવમરણ અને તેનાથી નિપજતા દ્રવ્યમરણનું કારણ હોવાથી તે વિષતુલ્ય છે માટે એ વિષપાન છે.
તરસ ન આવે તો મરણજીવન તણો, સીજે જો દરિસણકાજ; દરિસણ દુરલભ સુલભ કૃપા થકી, આનંદઘન’ મહારાજ. અભિનં૦૬
પાઠાંતરે તરસનની જગાએ પાર, સીજેની જગાએ સીઝ, કાજની જગાએ કાજિ, સુલભની જગાએ તું જ અને દુરલભની જગાએ દુર્લભ છે.
| શબ્દાર્થ જો આપના દરિસણ કરવાથી મારું દર્શનકાર્ય, સીજીસીઝી જાય એટલે કે સિદ્ધ થઈ જાય તો મારા મરણજીવન એટલે કે જન્મમરણના તરસ અર્થાત્ તરાસ-ત્રાસનો અંત આવે. પાર શબ્દના આધારે અર્થઘટન કરીએ તો જનમમરણનો અંત આવે.
આમ તો દર્શને દુર્લભ છે પણ આનંદઘન, ચિદ્દન સ્વરૂપ રાજાધિરાજ-મહારાજ અભિનંદન જિનની કૃપાથી તે સુલભ છે. અથવા કૃતિના રચયિતા આનંદઘન મહારાજ માટે તો ઉપર જણાવ્યા મુજબ દર્શન થવા દુર્લભ છે પણ હે પ્રભુ અભિનંદન જિન ! આપની કૃપાથી મને તે સુલભ થશે !
લક્ષ્યાર્થ-વિવેચનઃ જો મારા જીવનકાળમાં જ મારું જીવનકાર્ય કે
આત્માનું માહભ્ય સમાય તો જ પુરુષાર્થનો ખ્યાલ આવે અને પુરુષાર્થ થાય.