Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી અભિનંદન સ્વામીજી 158
છે. એ જો તું સુલભ કરી આપે તો જ આનંદના કંદ સ્વરૂપ આનંદઘન બની આનંદના મહારાજા થવાય એમ છે.
હું જે મેળવવા માંગું છું તેને તેં મેળવ્યું છે અને તેથી તે તારી પાસે એટલે કે આનંદઘન સ્વરૂપ મહારાજા પાસે છે. બીજાને એ મળ્યું નથી અને બીજાની પાસે એ છે નહિ તેથી તારી પાસે જ એની હું યાચના-વિનંતિપ્રાર્થના કરું છું !
“દાન દીયંતા રે પ્રભુ કોસીર કીસી ? રે આપો પદવી રે આપ. સિદ્ધારથના રે૦...'
હવે બહુ રાહ નહિ જોવડાવો ! હવે પાર ઉતારો ! કસર નહિ કરો! દાનમાં આપવું હોય તો આપની જ પદવી ‘સિદ્ધપદ’ જ આપો. આપના જેવો બનાવો !
શ્રીમદ્ વીરવિજયજીએ પણ પ્રત્યક્ષ દર્શનને માટે પ્રભુયોગ-પ્રભુકૃપા જ પ્રાર્થી છે...
સીમંધર સીમંધર હૃદયમાં ધરતો, પ્રત્યક્ષ દરિસણની આશ હું ધરતો;
એવા વિયોગના દુઃખ મારા જઈ કહેજો ચાંદલિયા, કહેજો ચાંદલિયા સીમંધર તેડાં મોકલે !”’
પ્રભુ ! તારી કૃપા મારી ઉપર ઉતરે, તો મારી, મારા ઉપર કૃપા થાય અને હું, મારાપણામાં આવું ! ઈશાનુગ્રહ થાય તો સ્વાનુગ્રહઆત્માનુગ્રહ થાય !
સાચું સુખ તો સ્વરૂપનું સુખ છે, જે સ્વાધીન હોય, વર્ધમાન હોય, ભોગવટામાં દુઃખરૂપ ન હોય અને અંતે પૂર્ણતામાં લય પામનારું હોય.