Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
153
હૃદય નયન નિહાળે જગધણી
新
એ પાણી તો છે જ નહિ. પરંતુ દૂરથી દેખાતો અને દોડાવતો પાણીનો આભાસ માત્ર છે. બાપડું જાનવર દોડી દોડીને હાંફી જાય છે- થાકીને લોથપોથ થઈ જાય છે પણ પાણીને પામતું નથી. રણમાં તરફડી તરફડીને તરસ્યું ને તરસ્યું જ પ્રાણ ગુમાવી બેસે છે.
દરિસણ ! દરિસણ ! ની રટમાં રખડતા જીવની હાલત પણ રણરોઝના જેવી જ કફોડી થાય છે. જ્યાં જે દર્શન(મત)માં દર્શન (સત્યસમ્યગ્દર્શન) નથી, ત્યાં તે દર્શનમાં દર્શન માનીને ત્યાંથી દર્શનને પામવાના ફાંફા મારે છે. દર્શન તો પમાતું નથી પણ પોતાના દર્શનને પણ ગુમાવી બેસે છે ! અને પોતાના દર્શનમાંથી દર્શનને પામવા જવામાં પોતાના જ થોકબંધ બાંધેલાં ઘાતીકર્મોના ડુંગરોના ડુંગરો-પર્વતની હારમાળાઓ આડે આવીને અંતરાય કરે છે.
માત્ર દર્શન દર્શનના પોકાર કરતાં દર્શનની રેકૉર્ડ-કેસેટ વગાડવાથી કાંઈ દર્શન થઈ શકતું નથી. એ તો માત્ર શબ્દોચ્ચાર છે કે પછી બાહ્ય દશ્યરૂપ કોરી ક્રિયા છે. શબ્દના અર્થમાં જઈ. અર્થના ભાવથી ભાવિત થઈ ભાવદશાને પામીએ નહિ ત્યાં સુધી ફળશ્રુતિ નથી. મુહપત્તિના પચાસ બોલનો આરંભ જ ‘‘સૂત્ર અર્થ તત્ત્વ કરી સદ્દહું !''ના બોલના ઉચ્ચારથી થાય છે. “શબ્દના-સૂત્રના અર્થને સમજું અને એના તત્ત્વનો-મર્મનેહાર્દને પામીને એની સદ્દહણા કરું !’” દરિસણનું- સૂત્રનું રટણ છે પણ અર્થ અને તત્ત્વની સમજ નથી તેથી લઢણ-સદ્દહણા નથી. રોજ સ્તુતિ કરીએ છીએ..
“પ્રભુદર્શન સુખસંપદા, પ્રભુદર્શન નવનિધ; પ્રભુદર્શનથી પામીએ, સકલ પદારથ સિદ્ધ.''
જ્ઞાનનું જ્ઞાન કર ! જ્ઞાન સ્વરૂપને પકડીને જ્ઞાનને જાણે, તેણે જ્ઞાન જાણ્યું કહેવાય.