Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
151
, હૃદય નયન નિહાળે જગધણી
એનું જ રટણ કરતો એટલે કે વારંવાર એને જ યાદ કરતો કરતો-એની જ રઢ લગાવી એનો જ જપ જપતો, ફિરું એટલે કે આમ તેમ રખડતો રઝળતો ફરતો-ભમતો રહું તો રાતિ-જંગલી પશુ કે રણમાં રખડતા રોઝ જનાવર સમાન લાગું.
જેને અમૃતપાન - સુધારસની પિપાસા એટલે કે તરસ-પ્યાસ છે, તે વિષપાન-ઝેરના પીવાથી કેમ કરીને ભાંજે એટલે કે ભાંગે અર્થાત છીપાય?
લક્ષ્યાર્થ-વિવેચનઃ સ્વયંની આત્મશુદ્ધિ કર્યાના ફળ સ્વરૂપ, દર્શન-સમ્યગ્દર્શનની જે તરસ છે, તે દર્શનની પ્યાસને કવિશ્રીએ અભિનંદન સ્તવનાની આ પાંચમી ગાથામાં પરાકાષ્ટાએ પહોંચાડી છે. :
કવિશ્રી કહે છે. “પ્રભો! તારા દર્શનની આડે ઘણા અંતરાયો છે. એક તો પ્રભુ તારું દર્શન-તારો મેળાપ થવો જ દુર્લભ છે. ભાવ નિક્ષેપાથી તારા ભાવદર્શન થવા, તારો સાક્ષાત્ યોગ થવો તો દુર્લભ છે જ પરંતુ નામ, સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપાથી પણ આપશ્રીના દર્શનનો યોગ થવોય દુષ્કર છે!” લઘુકર્મી થયા વિના, ગ્રંથિદેશ સુધી આવ્યા વિના આવો યોગ થતો નથી. પ્રભુપ્રતિમાના દર્શન પણ બહુ પુણ્ય કેરા પુંજથી પ્રાપ્ત થાય છે.
આમ અભિનંદન સ્વામીના દર્શન-દીદાર થવા તો દુર્લભ છે જ પરંતુ એ સ્વામીના જિનમત-જિનદર્શનની ઓળખ થવી પણ અઘરી છે. અભિનંદન જિનરાજના દરબારમાં જઈ એ જિનરાયાની રાજેશ્વરીતાના દર્શન-દીદાર થવા જ દોહ્યલાં છે તો પછી એ રાજાની ઓળખ થવી તો કઠિન હોય એમાં કોઈ નવાઈ જ નથી. જ્યાં જિનમતની જ ઓળખ નથી
ગુણસિદ્ધિથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય અને સ્વરૂપસિદ્ધિથી મોલ પમાય.