Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
145
- હૃદય નયન નિહાળે જગધણી
સભ્ય સમજણ આપનારા, વિરલા, સમ્યગ્દષ્ટિ, નિગ્રંથ, જ્ઞાની ગીતાર્થ ગુરુ ભગવંતોનો વિરલ યોગ થતો નથી. આત્માની ગમ કરાવનારાઆત્માને સમજાવનારા આગમ તો કોઈ આત્માનુભૂતિ સંપન્ન, ગુરુભગવંતો ગમ પાડે, તો જ સમજાય એવા છે. વળી ગૃહસ્થોને તો આગમના અધ્યયનનો પણ અધિકાર નથી. ફક્ત આગમશ્રવણનો અધિકાર છે. મુનિભગવંતોને પણ કાળગ્રહણ, યોગોદ્વહન કરી યોગ્યતા પ્રાપ્ત કર્યા પછી જ આગમ અધ્યયનનો અધિકાર છે. એમાં પણ જો એ આગમજ્ઞાન આત્મસ્થ થાય અને પ્રદર્શન કરવામાં ઉતરી પડાય તો મહામોહ-વિજેતા પૂર્વધર શ્રુતકેવળી યૂલિભદ્રજીની જેમ આગળના વિશેષ જ્ઞાનાધ્યયનથી વંચિત રહી જવાય એમ પણ બને છે. -
આમ યોગીરાજજી નયવાદ અને સલ્લુરુના સદાગમની દુર્લભતાને દરિસણની દુષ્કરતાના મૂલ કારણરૂપ જણાવે છે. ગુરૂગમ વિના નય, નિક્ષેપ, પ્રમાણ, સપ્તભંગી, સાપેક્ષતા, નિરપેક્ષતા, અનેકાન્તદર્શન, સ્યાદ્વાદદર્શનના ગૂઢ, ગહન, આગમ રહસ્યો સમજ્યા સમજી શકાતા નથી.
આ સંદર્ભમાં ગુરુ શિષ્યના સંવાદ વિચારવંતે વિચારવા જેવા છે. ગુરુના પગ બહુ દુઃખતા હતા. ગુરુએ શિષ્યને કહ્યું. “તારા પગથી મારા પગ ખૂંદી નાંખ !” ઉત્તરમાં ગુર્વાજ્ઞાના પાલનને બદલે શિષ્ય પોતાનું ડહાપણ ડોળે છે... “હે પ્રભો ! આપના પરમ પાવન શરીર – આપના ચરણારવિંદ ઉપર પગ મૂકવાનું અપકૃત્ય મારાથી કેમ થાય?” ત્યારે ગુરુની આજ્ઞાની અવજ્ઞા કરનાર શિષ્ય ઉપર ખિજાઈને ગુરુ કહે છે... “મારી જીભ ઉપર તે ચઢી ગયો- આજ્ઞાની તો અવજ્ઞા કરી પછી હવે બાકી શું રહ્યું?” ગુરુ કોઈ જરૂરી કાર્ય અંગે શિષ્યને પોતાનાથી દૂર, અન્યત્ર જવા જણાવે અને ત્યારે શિષ્ય ગુરુથી છૂટો પડી જવા હીચકીચાય તો
ભૌગોલિક અંતર (દૂરી-ત) એ અંતર નથી. જ્યાં સદ્ભાવ છે ત્યાં ભૌગોલિક અંતર આડું આવતું નથી.