Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી અભિનંદન સ્વામીજી
144
કરવું કે જેવું બીજબુદ્ધિના ધણી, ગણધર, ગૌતમસ્વામીજીનું વિહરણવિચરણ હતું. એ પ્રભુ વીરના પરમવિનીત, બીજબુદ્ધિના ધણી, પ્રથમ શિષ્ય દ્વાદશાંગીના રચયિતાએ, ક્યારેય પોતાની બુદ્ધિએ કશું વિચાર્યું નહોતું કે વિચરણ કર્યું નહોતું. ભગવાનની બુદ્ધિએ ભગવાને કહ્યા પ્રમાણેનું જ એમનું “આણાએ ધો!” સૂત્રાનુસારી વિહરણ હતું. બુદ્ધ થવાને માટે બુદ્ધિને સુવાડી-ઊંઘાડી દેવી પડતી હોય છે. સ્વના છંદ સ્વછંદનેઈચ્છાને છોડીને ગુરૂપાતંત્ર્યનો સ્વીકાર કરવો પડતો હોય છે. આ જ સત્યનો સંગ એવો સત્સંગ છે. અસંગ અનુષ્ઠાનની ઝાંખીના સંદર્ભમાં આટલી આ વસ્તુવિચારણા છે.
જુદા-જુદા નયો-વિકલ્પ અને મતોના આધારે, હેતુ એટલે પ્રયોજનો કે કારણ બતાવી સ્વપક્ષનું મંડણ કરીને પરપક્ષનું ખંડન કરવાના, વિવાદવિષવાદ-વિખવાદ, ચાલતા હોય છે. આવી નયાધારિત વિશદ વિચારણાને ચિત્તમાં ધારણ કરીને, . દેવી જો આપને જોવા જઈએ છીએ એટલે કે આપના દેવદર્શનને અને એની ફલશ્રુતિ સ્વરૂપ દેવત્વના દિવ્યદર્શન એવા સમ્યગ્દર્શન, અવધિદર્શન અને કેવળદર્શન પામવાના પ્રયત્ન કરવાં જઈએ છીએ, તો એ દુર્ગમ નયવાદમાં ચિત્ત ચકરાઈ જાય છે. ગૂંચવાડો દૂર થઈ જઈ ચિત્ત સ્થિર થવાના બદલે ચિત્તમાં ગૂંચવાડો-મુંઝવણ ઓર વધી જાય છે. અત્રે કવિશ્રીની અજિત જિન સ્તવનાની ચોથી કડી ફરી મમળાવવા જેવી છે...
“તર્ક વિચારે રે વાદ પરંપરા રે, પાર ન પચે કોય; અભિમત વસ્તુ વસ્તુગતે કહે રે, તે વિરલા જગ જોય.”
નયવાદને એક બાજુએ રાખીને આ બધું જો આગમવાદે એટલે કે આગમશાસ્ત્રોના આધારે સમજવા જઈએ છીએ, તો એ સમ્યગૂ શાસ્ત્રોની
કદાગ્રહ એ એકાંત છે-મિથ્યાત્વ છે. તેથી એ દોષ છે. સ્યાદ્વાદર્શનમાં કદાગ્રહને રથાન જ નથી.