Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી અભિનંદન સ્વામીજી
142
નય એ અનેકાન્તદર્શનને સમજવા માટેનું વ્યાકરણ છે. ક્રિયાપદ, કર્તા, કર્મ, કાળ, લિંગ, વચન, સંપ્રદાન, અધિકરણ, સંબંધ એ બધુંય વ્યાકરણ સમજીએ ત્યારે વાક્ય અને વાક્યનો ભાવ પકડાય છે. નયો એ નદીઓ છે જે બધી સ્યાદ્વાદરૂપી સાગરમાં ભળી જઈ એકમેક થઈ જાય છે-પરિપૂર્ણ પ્રમાણ બની જાય છે.
નય સંગત વિચારણા નથી હોતી, તેથી જ દરેક પંથના કે સંપ્રદાયના સાંપ્રદાયિક દાર્શનિકો એમ માને છે અને મનાવવાનો આગ્રહ રાખે છે કે, મોક્ષમાર્ગની આરાધના અને તે માટેના, સમ્યગ્દર્શનની પ્રાપ્તિ એમના પંથ સિવાય અન્યત્ર છે જ નહિ. એટલે સુધી કહે કે અમારા પંથની માન્યતા ધરાવનાર વ્યક્તિ જ સમકિતી છે અને બાકી બીજા બધા મિથ્યાત્વી છે. આવી સાંપ્રદાયિક કટ્ટરતા, એમને, એમના સિવાય, અન્યત્ર, અન્ય માન્યતાવાળા બહુજન સમત ગુણથી ભરેલા ગુણીજનોના, એતિહાસિક, આધ્યાત્મિક વિભૂતિના વખાણ કરતાંય અટકાવે છે. નિર્વિકલ્પ થવાનું લક્ષ્ય છે પણ સ્વમત-સ્વવિકલ્પનો આગ્રહ છૂટતો નથી.
અધિષ્ઠાતા આત્મામાં જ જેની અધિષ્ઠિતતા-અધ્યસ્થતા છે અર્થાત્ સ્થિરતા છે એવા આધ્યાત્મિક-શુદ્ધિને વરેલા આધ્યાત્મિક-પુરુષો તો સ્વપક્ષમાં કે પરપક્ષમાં ગમે ત્યાં હોય એમના નેત્રો-આંખોની ચમકથી જ એ મુમુક્ષુની મુમુક્ષતાની ઓળખ એમને છતી થઈ જતી હોય છે. ગરજ હોય ત્યાં પરખ કેમ કરવી એ શીખવવું પડતું નથી. આપોઆપ અક્કલ આવી જાય છે. સંતાનને-નવજાત શિશુને સ્તનપાન કરવાનું શીખવવું નથી પડતું.
વીતરાગ-પ્રરૂપિત વીતરાગ-શાસનનો લોકોત્તર, વિશુદ્ધ માર્ગ, વીતરાગ થવા માટેનો વીતરાગ-માર્ગ છે. એ વીતરાગનો આપ્યો, વીતરાગ
પર્યાય એ સપાટી છે. દ્રવ્ય એ દળ છે - મૂળ છે - મૌલિક છે. અનુભવ પર્યાયમાં થાય છે. જીવ માત્રની ભૂલ પર્યાયમાં છે. દ્રવ્યમાં તો ગુણરસ પડેલો જ છે પણ જીવની તે તરફ દષ્ટિ નથી.