Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી અભિનંદન સ્વામીજી
140
દષ્ટિકોણથી View points થી વસ્તુસ્વરૂપનું નિરૂપણ કરે છે. જુદા-જુદા દર્શનો એમના ભિન્ન-ભિન્ન મતો-અભિપ્રાયો પોતપોતાના તે નથીવિકલ્પથી વસ્તુસ્વરૂપ સમજાવવા પ્રયત્ન કરે છે. વળી એક જ દર્શનની
૧૨૧ પણ જુદી-જુદી વ્યક્તિઓ પાછી એમના એક જ દર્શન - એક જ અભિપ્રાયને જુદી-જુદી રીતે સમજાવે છે. || તુંડે તુંડે મતિર્મના II ના ન્યાયે ઠેકઠેકાણે જુદા-જુદા મતોની જુદી-જુદી વાતો છે. ઘેર ઘેર જુદી જુદી દાળ છે અને પાછી એક જ ઘરમાં વ્યક્તિએ વ્યક્તિએ દાળની બનાવટ, દાળનો સ્વાદ અને દાળનો ગમો જુદા-જુદો છે. સત્તાગત બધાયનું જ્ઞાન એક સરખું હોવા છતાંય બધાયના જ્ઞાનની ઉપરના જ્ઞાનાવરણીય કર્મના આવરણો જુદા-જુદા હોવાથી અજ્ઞાન અનેક પ્રકારના છે. ગણિતના દાખલાનો સાચો જવાબ બધાનો એક જ હોઈ શકે છે પણ એના ખોટા જવાબો અનેક હોઈ શકે છે. સત્ય એક છે જુઠાણા અનેક છે. જેવો જેવો, જેનો જેનો જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ તેવું તેવું તેનું તે પ્રકારનું નિરૂપણ હોય છે. જેવી જેવી જેની દૃષ્ટિ તેવું તેવું તેનું દર્શન. તેથી જ જે દર્શનની વાત વિચારીએ તેના દર્શનકારની દૃષ્ટિનો પણ વિચાર કરવો પડે.
જોનારો કયા દૃષ્ટિકોણથી, કયા એંગલથી, કયા વ્યુ પોઈન્ટસથી, ક્યા નયથી વાત કરે છે અને દર્શન કરે છે, તે નયની અપેક્ષા સહિત, સાપેક્ષપણે, એ દર્શનનું નિરૂપણ કરવામાં આવે, તો તે સંદર્ભયુક્ત Ref. erence to context સુનયપૂર્વકની યુક્તિયુક્ત, સાપેક્ષ વિચારણા કરી કહેવાય. પરંતુ અપેક્ષા રહિત Without reference to context સંદર્ભ વિહોણી નિરપેક્ષ વિચારણા હોય તો તે યુક્તિયુક્ત ન રહેતાં દુર્નય-કુનય ઠરે.
વસ્તુમાત્ર અનેક ધર્મ એટલે કે અનેક ગુણ ધરાવતી હોવાથી
પર્યાયદષ્ટિ એ વિશેષભાવ છે તેથી એ દષ્ટિથી જોવામાં રાગ થાય છે અને વિકલ્પભાવ આવે છે.
દ્રવ્યદષ્ટિમાં રાગ નથી થતો અને તેથી વિકલ્પરહિતતા હોય છે.