Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
139
હૃદય નયન નિહાળે જગધણી
હેતુ-વિવાદે હો ચિત્ત ધરી જોઈએ, અતિ દુરગમ નયવાદ; આગમવાદે હો ગુરુગમ કો નહીં, એ સબળો વિષવાદ. અભિનંદન૦૩ સબળોની જગાએ પાઠાંતરે શબલો છે. અને વિષવાદની જગાએ વિખવાદ છે.
શબ્દાર્થ : હેતુવિવાદે એટલે કે અનુમાન સ્વરૂપ તર્કને ચિત્તમાંમનમાં ધારણ (ધરી) કરીને દેવદર્શન-દિવ્યદર્શન કરવા જઈએ છીએ તો કાંઇ મેળ પડતો નથી કારણ કે ભિન્ન-ભિન્ન દર્શનના, ભિન્ન-ભિન્ન દૃષ્ટિકોણ View points હોવાથી અને નયવાદ અતિ-અત્યંત દુરગમદુર્ગમ એટલે કે સમજાય એવો હોવાથી, દર્શન થવા અને સમજણ આવવી મુશ્કેલ થઈ પડે છે.
વળી એમ નહિ કરતા, જો આગમવાદ એટલે કે સિદ્ધાંતો અથવા આગમશાસ્ત્રોના આધારે દર્શન કરવા જઇએ, તો તે સિદ્ધાંતો-શાસ્ત્રો કે જે ગુરુગમથી-ગુરૂના સમજાવ્યા જ સમજાય એમ હોવાથી, એ શાસ્ત્ર સિદ્ધાંતોને સમજાવનારા ગુરુનો હજી યોગ થયો નથી. યોગાવંચક યોગ લાભ્યો નથી. આ જ તો બળવાન મોટામાં મોટો વિષવાદ એટલે કે વિખવાદ છે. અથવા તો વાદ જ સબળું મોટામાં મોટું તાલપૂટ ઝેર છે.
લક્ષ્યાર્થી-વિવેચન : પૂર્વેની ગાથાઓમાં જણાવ્યા પ્રમાણે દેવદરિસણ દુર્લભ છે. સામાન્ય રીતે વિચારતાંય જો દરિસણ પણ દોહ્યલું છે, તો પછી સમગ્રપણે In totality પરિપૂર્ણ દર્શન થવું એ તો અતિઅતિ દુષ્કર હોય એમાં કોઈ નવાઈ નથી. હવે આ ત્રીજી ગાથામાં યોગીવર્ય કવિશ્રી એની દુષ્કરતાના કારણો જણાવે છે.
ભિન્ન-ભિન્ન મતની વ્યક્તિઓ, પોતપોતાના જુદા-જુદા
યોગભ્રષ્ટ આત્મા મરીને યોગીકુળમાં જન્મે છે. યોગભ્રષ્ટ થઇ મરશો કે પછી ભોગભ્રષ્ટ થઇ મરશો ?