Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
137
હૃદય નયન નિહાળે જગધણી
એ બહારના દશ્ય વ્યવહારથી ભાવિત બની ઉપાદાનની યોગ્યતા પ્રગટાવી પ્રભુની સાચી આંતરિક નૈશ્ચયિક પ્રભુતાના-આંતરવૈભવનાઆંતરઐશ્વર્યના દરિસણ કરવાના છે. એ તો તીર્થકર નામકર્મના રસોદયથી નિર્માણ થયેલું બાહ્યદશ્ય-બાહ્યદર્શન છે. સાધકે એમાં પરમાત્મસ્વરૂપની દિવ્યતાના અનંતદર્શન (કવળદર્શન), અનંતજ્ઞાન (કવળજ્ઞાન), અનંતવીર્ય (અનંતશક્તિ), અનંતસુખના દિવ્યદર્શન કરવાના છે. એ જ સકલ નિર્ણયાત્મક, સકલ શંકા નિવારક, નિઃશંકતાદાયક વિશેષ એવું સ્વાનુભૂતિથી જ થઈ શકતું નિશ્ચયાત્મક ભાવદર્શન છે. કોઇ, કોઇને પોતાના ભાવ દેખાડી, જેણાવી કે કહી શકતું નથી. એ તો એવા ભાવને પામીએ ત્યારે જ એ જોઇ, જાણી અને અનુભવી શકીએ અને ત્યારે જ તે ભાવના સાચા ખરા ભાવદર્શન-દિવ્યદર્શન કર્યા કહેવાય..અવધૂત યોગી, કવિરાજ આવા દિવ્યદરિસણને તલસે છે અને સહુને એવા દર્શન કરવા જણાવે છે. . વળી યોગીરાજજીનું કહેવાનું એમ પણ થાય છે કે સમ્યગ્દર્શન જ
જ્યાં દોહ્યલું છે ત્યાં સમ્યગ્રજ્ઞાન જે સમ્યગ્દર્શનની દેણ છે તે સકલ નિર્ણયાત્મક વિશેષ જ્ઞાન-વિશેષ ઉપયોગની દુર્લભતાની વાત કેમ કરીને કરવી ?
આ વસ્તુતત્ત્વને દૃષ્ટાંતથી વિગતે સ્પષ્ટતા કરતાં એઓશ્રી જણાવે છે કે એક તો એ પોતે મૂળમાં અંધ-આંધળો છે અને ઉપરથી પાછો હું અને “મારાપણાના અહેમદથી ઘેરાયેલો નશામાં ચકચૂર મદમાતો છે. એવો જીવ રવિ-શશી એટલે કે સૂર્ય-ચન્દ્રને કેમ જોઈ શકે અને એનું વિશ્લેષણ-પૃથક્કરણ કરીને સૂર્યને સૂર્ય તરીકે અને ચન્દ્રને ચન્દ્ર તરીકે જુદા તારવીને ભેદજ્ઞાન કરી ઓળખાવી કેમ શકે? દિવસ અને રાત્રિનો ભેદ કેમ કરી શકે ?
સંસારના સંબંધમાં વિવેકી બનીને જે જીવ જીવે તે ઈતિમાં નહિ જાય. એવાં જન સજ્જન છે.