Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી અભિનંદન સ્વામીજી
136
જેમ સિવાયની ત્રણ ચાયેલી પ્રભુની
ધન દ્વારા
ભગવાન, કેવળજ્ઞાન પામીને ભગવાન-તીર્થકર બન્યા પહેલા જ ઈન્દ્રો દ્વારા ઉજવાતા એમના ચ્યવન, જન્મ અને દીક્ષાકલ્યાણકો; પૂર્વાભિમુખ સિવાયની ત્રણે દિશામાંની દેવો દ્વારા સમવસરણમાં સ્થાપિત કરાતી પ્રભુની હાજરીમાં જ રચાયેલી પ્રભુની પ્રતિકૃતિ; ભગવાન મહાવીર સ્વામીજીના જીવંતકાલમાં જ એમના ભાઈ નંદીવર્ધન દ્વારા ભરાવાયેલ જીવિત મહાવીરસ્વામી”-પ્રતિમા; પૂર્વધર મહર્ષિ આર્ય સુહસ્તિસૂરિ પ્રેરણા પામીને સમ્રાટ સંપ્રતિ દ્વારા ભરાવાયેલ અને પ્રતિષ્ઠિત કરાયેલ ક્રોડો જિનબિંબ, ઈત્યાદિ સ્થાપના નિક્ષેપાનો મહામહિમા ગાય છે. પૂજાની ઢાળમાં પણ ગાવામાં આવે છે.
“કલિકાલે જિનબિંબ જિનાગમ ભવિયણકુ આધાર.”
પ્રતિક, પ્રતિકૃતિ અને પ્રતિનિધિના વ્યવહારથી તો આખુંય વિશ્વ જીવે છે. તો પછી જે રોજ બ રોજનો જીવનવ્યવહાર હોય બલ્ક જીવન હોય તો તેનો અધ્યાત્મ ક્ષેત્રે અસ્વીકાર કેમ થાય? - ધજામાં રહેલા લાલ અને સફેદ રંગના પટ્ટા અનુક્રમે સિદ્ધ અને અરિહંત ભગવાનનું પ્રતિક છે. જિનમંદિર એ સમવસરણનું અને જિનબિંબ એ સમવસરણાધિપતિ જિનેશ્વર ભગવંતની પ્રતિકૃતિ છે, તો ગુરુભગવંતો એમના પ્રતિનિધિ છે. જો જિનાગમ, કે જે, ભગવાનના વચનયોગનો નિક્ષેપો છે, તેને માન્ય રાખી દર્શનીય, વંદનીય, પૂજનીય, આદરણીય ગણતા હોઈએ તો પછી જિનબિંબ જે ભગવાનના કાયયોગનો નિક્ષેપો છે તે કેમ માન્ય ન રખાય? વળી એ દરિસણ પણ પાછું ચર્મચક્ષુથી થતું ઈશ્વરના ઐશ્વર્યનું, પ્રભુની પ્રભુતાનું, બાહ્ય દશ્યસ્વરૂપ બાહ્ય સામાન્ય દર્શન છે. એ આઠ પ્રાતિહાર્યોની મોહકતાથી, અતિશયોના પ્રભાવથી, વાણીની અત્યંત મધુરતાથી આકર્ષણ-ખેંચાણ જરૂર થાય છે, પણ જોડાણ નથી થતું.
અધ્યાત્મને શુભક્રિયા સામે વિરોઘ નથી પણ તે શુભક્રિયામાં કરાતાં-થતાં
કર્તાપણાના ભાવ સામે વિરોઘ છે.