Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
69
હૃદય નયન નિહાળે જગધણી
卐
નિર્વિકલ્પ મહાવીર ભગવંતથી સીધો Direct બોધ નિર્વાસનિક કહેવાય કેમકે એ નિર્વિકલ્પની વીતરાગવાણી છે. એ ધનવંતરી વૈદ્ય જેવા છે કે જેમની પાસે ચોક્કસ નિદાન, ચોક્કસ ચિકિત્સા અને ચોક્કસ ઔષધ છે. જેમને પદ પ્રતિષ્ઠા નામના કીર્તિની કામના છે, ઓચ્છવો મહોચ્છવો કરાવવા છે અને લોકેષણામાં રાચવું છે તેવાઓનો બોધ કેમ અને કેવી રીતે અસર કરે ?
જેને કંચન, કામિની, કાયા, કીર્તિની કોઈ ભીખ કે કામના નથી, જે વિતૈષણા, પુતૈષણા, દારૈષણા, લોકૈષણાથી સદંતર પર છે તેવા નિગ્રંથ, જ્ઞાની ગુરુનો અવાસિત બોધ અસરકારક હોય. એમની જ વાણી વીતરાગવાણી હોય-પરાવાણી હોય અને તે પરમપદે પહોંચાડનારી હોય. સાચા ઉપદેશકને તો નિંદક અને વૃંદક બંને તુલ્ય હોય. એ સમદષ્ટિ ને તૃષ્ણાત્યાગી હોય. ગાળ ભાંડનાર પ્રત્યે પણ તેને કરુણા હોય કે બિચારો કેવો ભારેકર્મી કે સુસાધનને પામીને પણ દુર્ધ્યાનની ગર્તામાં પડી કર્મોથી છૂટવાના બદલે વધુ અને વધુ નવા ચીકણા કર્મો બાંધી રહ્યો છે!
જ્યારે વાસનાવાળો બોધ હોય તે તો ક્યારેક અપકીર્તિ મળતાં બેબાકળો પણ થઈ જાય અને કીર્તિ મળતાં ફૂલીને ફાળકો પણ થઈ જાય એવી સંભાવના રહે.
વિશિષ્ટકોટિના અનુભવ જ્ઞાની પુરુષ નહિ મળે ત્યાં સુધી પ્રાયઃ બધે વાસિત બોધ છે. વાતો તો બધી વીતરાગ, સર્વજ્ઞ, મહાવીર ભગવાનની મહાવીરના નામે જ કરાતી હોય પણ સાથે પોતાના નામ, પોતાની માન્યતા, પોતાની બ્રાન્ડ, પોતાનું લેબલ લગાડી, સિક્કો મારીને આપે.
નિર્વાસનિક-અવાસિત બોધ-વીતરાગ બોધ હે પ્રભો ! અમને
કર્મ કાંઇ રાગ-દ્વેષ નહિ કરાવી શકે. કર્મ માત્ર સુખ-દુઃખ કે શાતા-અશાતા આપી શકે. કર્મરૂપ અત્યંતર નિમિત્તમાં કારણતા છે પણ કારકતા નથી.