Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
75
: હૃદય નયન નિહાળે જગધણી
કઠિનાઈ-મુશ્કેલીઓને વર્ણવ્યા બાદ યોગીકવિશ્રી હવે આ અંતિમ કડીમાં એ મુશ્કેલીઓની વચ્ચે પણ માર્ગને પામવાનો અને માર્ગમાં ટકી રહેવાનો અડગ આત્મનિર્ધાર-આત્મવિશ્વાસ જાહેર કરે છે.
એઓશ્રી કહે છે કે ભલે એ બધી મુશ્કેલી હોય ! એ વિકટ પરિસ્થિતિમાં પણ હું અજિત ગુણધામને પામવાનું મારું પુરુષાતન છોડીશ નહિ. !
કાર્યસિદ્ધિ થવામાં કાળ, કર્મ, પુરુષાર્થ, નિયતિ-ભવિતવ્યતા અને સ્વભાવ એ પાંચેય સમવાયી કારણોનો ભેગો ફાળો હોય છે. નિયતિની મને ખબર નથી એટલે ભવિતવ્યતાના ભરોસે બેસી નહિ રહેતાં, હું તો કર્મ કરતો રહીશ, પુરુષાર્થ ખેડતો રહીશ જેથી કર્મ સાથ આપે અને કાળ સાનુકૂળ થતાં સ્વભાવનું પ્રગટીકરણ કરી શકું ! આવો ઉદ્યમ કરીશ તો જ ભવસ્થિતિનો પરિપાક થશે. તે ઉદ્યમ પણ ભવિતવ્યતાના ભાગરૂપ નિશ્ચિત નિયતિ છે, જે કેવળજ્ઞાની ભગવંતોએ એમના કેવળજ્ઞાનમાં જોઈ છે અને જાણી છે.
લબ્ધિ પાંચ પ્રકારની છે. કાળલબ્ધિ, ભાવલબ્ધિ, કરણલબ્ધિ, ઉપશમલબ્ધિ અને ક્ષાયિકલબ્ધિ. ક્ષાયિકલબ્ધિ એટલે કે સર્વ કર્મક્ષયથી પ્રાપ્ત થતાં સ્વરૂપગુણની લબ્ધિ અને તે માટેની સાનુકૂળ કાળલબ્ધિ ભલે હાલ વર્તમાનમાં મને મળી નથી. પરંતુ ભાવલબ્ધિ જે પ્રાપ્ત છે, તે શક્તિથી એવા ભાવ કરીશ કે જેનાથી આગળ ઉપર અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરવાની કરણલબ્ધિ વડે ઉપશમલબ્ધિ એટલે કે ઉપશમસમકિતને પ્રાપ્ત કરી સ્વરૂપદષ્ટા-માર્ગદષ્ટા બની શકું !
સ્વરૂપટખા બન્યા પછી કાળલબ્ધિને લહીને એટલે કે પામીને
સાધનાના ક્રમમાં પ્રથમ ચિત્તની નિર્મળતા, . પછી સમત્વજન્ય સ્થિરતા અને અંતે સ્વમાં લીનતા-સ્વમયતા છે.