Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી અભિનંદન સ્વામીજી
126
દર્શન નહિ થાય. પ્રસુતિની કારમી વેદનામાંથી પસાર થયા પછી જ પુત્રરત્નની પ્રાપ્તિ થતી હોય છે અને હૈયે માતૃત્વના વાત્સલ્યના ઝરણાં કરતાં હોય છે. પ્રસવ વેદના વિસરાઈ જતી હોય છે અને અસ્તિત્વ સમસ્તમાં આનંદ વ્યાપી જતો હોય છે. અંગેઅંગમાંથી આનંદ નીતરતો હોય છે. - વેદના ઉપડી તો દઢપ્રહારી જેવા ઘોર હત્યારાએ છ મહિનામાં જ કેવલ્યની પ્રાપ્તિ કરી. ભક્તકવિ નરસિંહ મહેતા, મીરાબાઈ, આદિમાં આવી ઉત્કૃષ્ટ તીવ્ર વિરહ વેદના હતી તો એમના જીવનમાં યોગચમત્કારરૂપે એમના ભગવાનના એમને સાંકેતિક દર્શન થયાં. ચિલાતિપુત્ર જેવા પ્રેયસીના હત્યારા પણ માત્ર ઉપશમ, વિવેક, સંવર એટલા ત્રણ શબ્દની અનુપ્રેક્ષાથી વેદના ઉપડી તો પામી ગયાં. દેવદર્શનની - સમ્યગ્દર્શનની આવી તલપ એ પણ એક પ્રકારનો અત્યંતર તપ છે.
“પ્રભુ પ્રભુ લય લાગી નહિ, પડ્યો ન સદ્ગુરૂ પાય; દીઠા નહીં નિજ દોષ તો, તરીયે કવણ ઉપાય.” “અધમાધમ અધિકો પતિત સકલ જગતમાં હું એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શું?”
મો સમ કોન કુટિલ ખલ કામી.” - સુરદાસજી
બૂરા દેખન મેં ગયો, બૂરા ન મિલા કોઈ; જો દેખું દિલ ખોજ કે, મોં સે બૂરા ન કોઈ. - કબીરજી
-
આવા અપરાધના ભાવ, લઘુતાના ભાવ આવ્યા વિના ગુરુતા, પ્રભુતા આવશે નહિ અને નિરાપરાધી નિષ્પાપ થવાશે નહિ. આ તો
હે જીવ! નામનું વળગણ નહિ રાખવું. આ પહેલાં પણ તારા બીજાં કેટલાય નામ હતાં !