Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી અભિનંદન સ્વામીજી
છે. આ દરિસણ દુર્લભ છે અને એવા દરિસણની તરસ છે. શાસ્ત્રો તો સ્પષ્ટ રીતે જણાવે છે...
नाशांबरत्वे न श्वेतांबरत्वे, न तत्त्ववादे न च तर्कवादे । न पक्षसेवाश्रयेण मुक्तिः कषायमुक्तिः किल मुक्तिरेव ॥
130
ન તો શ્વેતાંબર પક્ષથી, યા ન તો દિગંબર પક્ષથી, ન તો કેવળ તત્ત્વ વિચારણાઓથી કે ન તો તર્કવાદમાં, તેમજ વળી કોઈ પણ પક્ષમાં એકાંતે સ્થિતિ કરવાથી આત્મશુદ્ધિ થતી નથી. પરંતુ અનુક્રમે ક્રોધ, માન, માયા અને લોભાદિ કષાય ભાવોનો સર્વથા ક્ષય કરવાથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, અયોગી થઈને મોક્ષ-નિર્વાણ થતાં આત્મા સ્વપદ એવા સિદ્ધપદને પામે છે.
કુલેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવપાર; જો વિશુદ્ધ મન-ઘર તુમે આયા, તો અમે નવ નિધિ ઋદ્ધિ પાયા.
મહામહોપાધ્યાય યશોવિજયજી
સામાન્યે કરી દરિસણ દોહિલું, નિરણય સકલ વિશેષ; મદમેં ઘેર્યો રે અંધો કિમ કરે, રવિ-શશિ રૂપ વિલેખ. અટિર
પાઠાંતરે ઘેર્યોના સ્થાને ઘાર્યો, કિમના સ્થાને કેમ છે.
શબ્દાર્થ : સામાન્ય કરી એટલે કે સાધારણ રીતે પહેલા તો (દેવ) દરિસણ થવું જ દોહિલું એટલે કે દુષ્કર-મુશ્કેલ છે. તો પછી એ સંબંધી પાકો નિર્ણય થઈ જવો અને નિઃશંક-મક્કમ થઈ જવું તો એથીય આકરું કઠિન છે.
અથવા તો દરિસણ એટલે સામાન્ય નિરાકાર-ઉપયોગ અને જ્ઞાન
ઉપયોગનો અંતરાભિમુખ અભિગમ તે જ્ઞાનધારા,