Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી અભિનંદન સ્વામીજી 132
ચીજો પડી છે. આ
તિવાળા, પાંચેય
તના જ્ઞાન, દર્શન
આપેલો-ધીરેલો માલ, પુણ્યની મૂડી છે. પ્રકૃતિએ તારામાં ભારોભાર વિશ્વાસ રાખી તારી પોઠમાં માલ ભરીભરીને, આત્મવ્યાપાર કરવા, તને વણઝારાના સ્થાને મૂક્યો છે અને વ્યાપાર કરી આત્મસમૃદ્ધિ પામી શકાય એવા માનવ નગરે વળાવ્યો છે.
હે જીવ! તારી પોઠોમાં કેશર, કસ્તુરી, તેજાના, સોના, ચાંદી, હીરા, મોતી, રત્નો, ઝવેરાત જેવી અતિ મૂલ્યવાન ચીજો પડી છે. અન્ય પ્રાણીઓ કરતાં વિશેષ જાગૃતિવાળા, પાંચેય ઈન્દ્રિયોથી પરિપૂર્ણ સંજ્ઞીપણા સહિતના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્યરૂપી કિંમતી કરિયાણાથી લાદેલી પોઠોની ઊંટ, બળદ, ઘોડા, આદિની વણઝાર ધરાવનારો, આત્મવ્યાપાર કરવા નીકળેલો, તું વણઝારો છે. જીવ ! તારે એ ઊંચા માલથી ઊંચો આત્મવ્યાપાર-આત્મવ્યવહાર કરવાનો છે અને આત્મસમૃદ્ધિ-આત્મધન હાંસલ કરવાનું છે-દિવ્યદર્શનને પામવાનું છે.
પળપળ સ-અસત્ વિકલ્પો-વિચારોરૂપી વણઝારોની આવનજાવન થઈ રહી છે. એમાં ય કામ, ક્રોધાદિ કાષાયિક અસદ્ વિચારોની જે વણઝારો છે તે તો અવળો “હું અહંકારની જ પેદાશ છે. એની સાથેના વેપારમાં તોં ખોટ જ ખાવાની છે અને પુણ્યની મૂડી ખોઈ જ નાખવાની છે. જો તે સદ્વિચારની-સર્વિકલ્પોની વણઝાર છે, તો તેની સાથેના વ્યાપારમાં પુણ્યની મૂડીમાં વૃદ્ધિ થાય એમ છે પણ જે ઊંચો માલ આત્મધન જોઈએ તે મળે એમ નથી. સાથે લાવેલા ઊંચા માલથી જે અકાષાયિક નિર્વિકલ્પતા છે તેની સાથે વ્યાપાર કરવામાં આવે તો નિર્વિકલ્પતા મળે અને આત્મધન પ્રાપ્ત થાય એટલે પછી વણઝારા બનીને નગરે-નગરે વ્યાપાર કરવાના રઝળપાટથી છૂટાય અને ઠરીઠામ થઈ કદીય ખૂટે નહિ એવી આત્મધનની મૂડીને પ્રસન્નતાપૂર્વક ભોગવી શકાય !
અવિનાશીમાં આત્મિક બુદ્ધિ કે શ્રદ્ધા થવા નહિ દે અને વિનાશીમાં જ અવિનાશી વૃદ્ધિએ પ્રવર્તાવે
તેજ નૈશ્યયિક મિથ્યાત્વ છે. વાસ્તવિક અજ્ઞાન છે.