Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
131
, હૃદય નયન નિહાળે જગધણી 卐
એટલે વિશેષ સાકાર-ઉપયોગ. એ અપેક્ષાએ અર્થઘટન કરીએ તો જ્યાં નિરાકાર-ઉપયોગ કરવો જ મુશ્કેલ છે, ત્યાં પછી સર્વ પ્રકારે નિર્ણય કરાવનાર સાકાર-ઉપયોગ તો તેથી ય અધિક મુશ્કેલ જ હોય ! જ્યાં સમ્યગ્દર્શન જ દોહ્યલું છે ત્યાં પછી સમ્યજ્ઞાન તો ક્યાંથી સોહ્યલું હોય? જે પહેલાં તો અંધ છે એટલે દેખી શકતો નથી અને પાછો મદ એટલે કે હું પણાના અહંકારથી ઘેરાઈ (ઘેર્યો) ગયેલો મદમાતો છે, તે કેમ કરીને ને કેવી રીતે સૂર્ય અને ચંદ્ર અર્થાત્ રવિ-શશીના રૂપને વિલેખી શકે એટલે કે વિશ્લેષણ-પૃથ્થક્કરણ કરીને સૂર્યને સૂર્યરૂપે અને ચંદ્રને ચંદ્રરૂપે ઓળખાવી શકે ? - સમજી અને સમજાવી શકે ?
',
લક્ષ્યાર્થ-વિવેચન ઃ માત્ર ચર્મચક્ષુથી કે ચાલુ ઘરેડથી કરાતી બાંહ્ય ધર્મક્રિયાથી જો પ્રભુદર્શન-દિવ્યદર્શન થઇ જતું હોત, તો અભવનો મોક્ષ થયા વિના રહેત નહિ અને સ્વયં પ્રભુને પણ કેવળજ્ઞાન પામવા પૂર્વે સાડાબાર વર્ષની અતિ ઘોર સાધના કરવી પડી ન હોત. કર્મો ખપાવવા વીરપ્રભુને જે એકાન્ત, મૌન, ધ્યાન, કાયોત્સર્ગ, કરવા પડ્યા અને પરિષ્ઠો ઉપસર્ગો વેઠવા પડ્યા; તે સઘળું કરવું ને વેઠવું પડ્યું ન હોત.
શાસ્ત્રમાં આત્માને વણઝારાની અને માનવભવને નગરની ઉપમા આપી છે. સઘળાંય નગરોમાંથી જે નગર, વ્યાપારની પ્રવૃત્તિઓથી ધમધમતું, વિશેષ સમૃદ્ધિવાળું બંદર છે, બહોળાં બધી જાતના વ્યાપાર જ્યાં કરી શકાય છે, એવા વ્યાપારકેન્દ્ર, માનવ નગરમાં પ્રકૃતિએ જીવને આત્મવ્યાપાર કરવા મોકલ્યો છે.
જીવને વર્તમાનમાં આજે જે કાંઈ વ્યાપાર કરવાને કરિયાણું-માલ મળ્યો છે, તે બધોય માલ, પૂર્વ સુકૃતના ફળ સ્વરૂપે પ્રકૃતિ-કર્મસત્તાએ
જ્ઞાનધારા અને યોગઘારા અથવા જ્ઞાનધારા અને કર્મઘારા બંને જ્યારે છૂટા પડી જાય છે ત્યારે જ્ઞાન તૈલવઘારાએ પ્રવહે છે. અને તે જ સમ્યગ્દર્શન છે.