Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
129
હૃદય નયન નિહાળે જગધણી 生
જ
બંધાતું નથી અને કોઈ કોઈનું છોડાવ્યું છૂટું થઈ શકતું નથી. જાતે જ બંધાયા છીએ અને જાતે જ જાતને છોડાવવાની છે. બંધાયા છીએ એવું લાગે અને બંધન બાધાકારક લાગે તો જ બંધી બંધનમાંથી મુક્તિને વાંછે અને એને તરસે ! વીતરાગ અને, વીતરાગતાના ચાહક અને વાહક એવા જ્ઞાની નિગ્રંથ ગુરુ કોઈને બાંધે નહિ અને કોઈથી બંધાય પણ નહિ. એ જે કાંઈ ઉપદેશાદિ આપે તે સ્વયં મુક્ત રહીને, અર્થાત્ વીતરાગભાવમાં રહીને મુક્ત મને, મુક્તતા કેળવીને મુક્તિને માટે થઈને જ આપે. એ પોતે સ્વયં વીતરાગ રહીને બીજાને વીતરાગી. બનાવીને વીતરાગતા જ આપતા હોય છે.
દર્શન વિષયમાં એક જ્ઞાનીનું કહેવું એમ થાય છે કે.. ચક્ષુનું દર્શન બુદ્ધિ માટે છે અને બુદ્ધિથી કરેલું દર્શન હૃદય માટે છે.
આંખ જે જડ એવા પુદ્ગલની બનેલી છે, તેનાથી જડ એવુ પુદ્ગલદ્રવ્ય દેખાય છે. જ્યારે બુદ્ધિના ઉહાપોહથી ચૈતન્યદર્શન એટલે કે પરમ-ચૈતન્ય એવા વીતરાગ, પરમાત્મા, ભગવંતના દર્શન કરાય છે. પરમાત્માની પ્રાણપ્રતિષ્ઠિત પ્રતિમામાં વીતરાગતા, નિર્વિકલ્પતા, સર્વજ્ઞતા, સર્વદર્શીતા, સર્વનંદીતા, સહજાનંદીતા, પર્યાય-સદશતા અને પ્રદેશ-સ્થિરતાના દર્શન થાય છે. આ રીતે મૂળ, સર્વસ્વ હ્રદયમાં વસી જાય એટલે પરમાત્મા હ્રદયમાં બિરાજમાન થઈ જાય-હૃદયસ્થ થઈ જાય. આ રીતે હૃદયમાં પરમાત્માની સ્થાપના કરાય તો પરમાત્મા પ્રાણ બની જાય અને હૃદયમાંથી ખસે નહિ.
બુદ્ધિનું કામ તર્ક અને હેતુથી જોવું તે છે. ચક્ષુથી કરેલું દર્શન બુદ્ધિથી ચકાસી, વિવેક કરી, હૃદય સુધી પહોંચાડી હૃદયંગમ બનાવવાનું
હકીકતમાં જીવ પરપદાર્થને ભોગવતો નથી પણ પરપદાર્થ ઉપર કરેલા રાગાદિવિકલ્પને જ ભોગવે છે.