Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
127
- હૃદય નયન નિહાળે જગધણી
આનો નાશ કરવાની ફાકી છે કે જે લેવાથી જુલાબ થઈ જાય છે અને અહંકારના મળ-બદી નીકળી જાય છે. અનંતકાળથી ભટકતા આત્માએ કદી પોતાની જાત સાથે પ્રામાણિકપણે વ્યવહાર કર્યો જ નથી. વ્યવહાર અવળા હું'- અહંકારથી જ ચાલે છે. સાચો સવળો હું કોણ? તેની ક્યારેય શોધ કરી નથી તેથી અહંકારમાંથી આત્માકાર-ઓમકારસોડહંકારમાં આવ્યો નથી. અને શુભંકર- સુકર-શંકર થયો નથી. પોતાના આત્માની સાથે ઠગાઈ કરીને-આત્મવંચના કરીને જીવન જીવતાં આવ્યા છીએ. કોઈ એકમાં હુંપણું નથી કરતાં. અનેકમાં હુંપણું કરીને અનેક હુંની વચ્ચે થઈને સ્વયંના ટુકડા કરીને ખંડિત થયેલું જીવન જીવીએ છીએ. એક વખત જો સાચો હું ઓળખાય જાય તો સ્વત્વ-પોતાપણું સત્ત્વ ઉભરાયા વગર રહે નહિ અને પછી આત્માને અને મુક્તિને છેટું રહે નહિ. કારણ કે સાચા હું'ની ઓળખ થયા પછી, તે સત્યનો શોધક અને ચાહક સત્ત્વશાળી બની, જૂઠા “હું'ની અકાર અને મોહની ફોજની સામે તુમુલ આંતર યુદ્ધ છેડી, એ આંતર રિપુઓને મારી હઠાવી સત્યનો જય કરી, “અરિહન્ત’ થયા વગર રહે નહિ. આત્મા સ્વયં તો અનંતશક્તિનો ભંડાર છે. એને એની શક્તિની ઓળખ નથી. સ્વશક્તિથી અભાન હોવાથી બેભાન થઈ ઊંઘી રહ્યો છે. ફળ સ્વરૂપ ચોર લૂંટારા એનું સમાધન-આત્મધન લૂંટી રહ્યા છે. બેભાન એવો એ સભાન, સાવધ, જાગૃત થાય તો ચોર લૂંટારાઓને પલાયન થયા સિવાય છૂટકો નથી. કહેવાય છે કે, પવનપુત્ર હનુમાનને એની શક્તિનું ભાન કરાવ્યું તો, એક જ છલાંગમાં સમુદ્ર ઓળંગી લંકામાં પ્રવેશ કરી શક્યા. યોગીરાજજી આપણ સહુને આપણા આત્માની અનંતશક્તિનું ભાન કરાવી રહ્યા છે. આપણે સભાન થઈશું? ક્યારે?!!!
મેં જાણ્યું છે કે હું મને જાણતો નથી ત્યાં સુધી કશું જાણતો નથી.