Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
125 હૃદય નયન નિહાળે જગધણી
બેઉના ટેકે આગળ વધવાનું છે. ઉપાસનાની લાકડી પકડીને જીવનારા આત્માઓની બુદ્ધિ શાંત થઈ ગઈ હોય છે; તેથી તેમને જ્ઞાન સાધનાની લાકડી પકડીને આગળ વધવાની ઉત્સુકતા ન પણ દેખાય છતાં સાધકની દૃષ્ટિમાં સાધનાના સર્વ અંગોને યથાસ્થાને જાણી લેવા અત્યંત જરૂરી છે કારણ કે મોક્ષમાર્ગની સાધનામાં જ્ઞાનસાધના અને શ્રદ્ધા-ભક્તિ-ઉપાસના બેઉના ટેકે આગળ વધવાનું હોય છે. ડાબા જમણા બેઉ પગના આધારે ચાલવાનું હોય છે, બેઉ પાંખે ઉડવાનું હોય છે અને બેઉ આંખે જોવાનું હોય છે. તેથી બેમાંથી એકની પણ ઉપેક્ષા કરવી તે યોગ્ય નથી. અધ્યાત્મમાં સદ્ કે અસદ્ વિકલ્પ માત્ર ટાળવાના હોય છે. પરંતુ જ્યારે સ્વરૂપમાં સ્થિરતા ન ટકે ત્યારે તે પ્રાપ્ત કરવા નિશ્ચયનય સંમત સર્વિકલ્પોને ઘૂટવાના હોય છે. તેના માધ્યમે સ્વરૂપ-સ્થિરતા સાધવાની હોય છે. આમ જ્ઞાનમાંથી ધ્યાનમાં અને ધ્યાનમાંથી જ્ઞાનમાં જવાનું હોય છે.
મહોપાધ્યાયજી સવાસો ગાથાના સ્તવનમાં જણાવે છે. નિશ્ચયષ્ટિ હૃદયે ધરી છે, પાળે જે વ્યવહાર;
પુણ્યવંત તે પામશેજી, ભવસમુદ્રનો પાર. ભર બપોરે ધોમ ધખતા સૂર્યના તાપથી તપેલા સહરાના રણમાં ભૂલા પડેલા રણપ્રવાસીને જેવી તરસ લાગી હોય, એવી દરિસણ તરસ કવિવર્ય યોગીરાજશ્રી આનંદઘનજીને લાગી છે. આકંઠ પ્યાસા થયા છે, તે એવા કે જાણે પ્યાસ છીપાશે નહિ તો પ્રાણ છૂટી જશે ! ભૂખ વિનાના ભોજનમાં મીઠાશ નથી અને પ્યાસ વિનાના જલપાનમાં કોઠે ટાઢક નથી. અંતરમાંથી આગ ભભૂકી ન ઊઠી હોય, દેવદર્શન - સમ્યગ્દર્શન માટે હૈયું બળબળતું નહિ હોય, વિરહની વેદનાનો વલોપાત નહિ હોય, Burning desire નહિ હોય ત્યાં સુધી દેવના, દેવત્વના, દિવ્યતાના
જે મારું મારી ભીતરમાં મારી માલિકીનું છે તેને જ પર્યાયમાં ઉપસાવી માલિક બનવાનું છે.