Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સંભવનાથજી
94
ભયના કારણે દ્વેષ અને ખેદના પરિણામ વર્તતા હોવાથી લોકો એવી વ્યક્તિ પ્રત્યે અણગમો ધરાવતા હોય છે. વ્યક્તિના ચહેરા ઉપર ખેદ - અપ્રસન્નતા જોઈને, લોકોને એવા દિવેલ પીધેલ, સોગિયા, ડાયાવાળી વ્યક્તિ તરફ નજર નાખવાનું મન થતું નથી. પૂર્વભવમાં આવી ભયકારક, દ્વેષકારક, ખેદકારક પ્રવૃત્તિઓ સેવેલી હોવાથી આ જનમના આ ભવમાં એવા જ નિમિત્તો, સંયોગો ભવિતવ્યતા ભેગા કરી આપે છે.
મૈયાદિભાવોથી વિપરીત ભાવોનું સેવન કરવાથી જીવ સતત ભયમાં રહે છે. તેથી તેના પરિણામોમાં ચંચળતા રહ્યા કરે છે. દોષોના સેવનથી જીવ, તુચ્છ સ્વભાવવાળો અને અજ્ઞાની બની સંસારમાં રૂલ્યા કરે છે. સતત આત્મભાવના સેવનથી જ્ઞાની-પુરુષના ચિત્તનું એક પણ રુંવાડું ફરકતું નથી. આવી નિર્ભયતા, નિર્વેરિતા અને અજુગુપ્સા જ્ઞાની-પુરુષને જાગૃત થાય છે. '
આ ગાથાનું સારભૂત તત્ત્વ એટલું જ છે કે અસંભવિત એવી વસ્તુને પણ સંભવિત કરી બતાવવાની શક્તિ દરેક આત્મામાં પડેલી જ છે. જરૂર છે માત્ર કાયરતાને ખંખેરી, શૂરવીરતા જગાડી, “કરેંગે યા મરેંગે' ના સંકલ્પપૂર્વક યા હોમ કરી ઝપલાવવાની. આ માટે નિરંતર સત્સમાગમ સેવવા યોગ્ય છે. એક ક્ષણ પણ સત્સંગ સેવન જો છોડવામાં આવે તો જીવને ભવાંતરમાં નરકાદિ દુઃખો વેઠવા પડે એવી સ્થિતિ સર્જાય છે. તેથી જે જગતના જીવોને જ્ઞાની પુરુષનો એ કોલ છે કે જ્યાં સુધી આત્મા-મોક્ષ ન મળે, સમ્યગ્દર્શન ન થાય ત્યાં સુધી નિરંતર એક ક્ષણનો પ્રમાદ કર્યા વિના સત્સંગના ભીડામાં પડ્યા રહેજો કારણ કે એ જ ભાવિના દુઃખથી બચવાનો અમોઘ ઉપાય છે.
દીવો પોતાના પ્રકાશથી વસ્તુને દેખાડે પણ વસ્તુરૂપ ન થાય. એ જ રીતે કેવળજ્ઞાન રોયને જાણે પણ શેયરૂપ નહિ થાય.