Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સંભવનાથજી
96
અજ્ઞાન અથવા મિથ્યાત્વ છે, જેને વેદાન્તિકો “અવિદ્યા'-ભ્રાંતિ-માયા તરીકે ઓળખાવે છે અને બૌદ્ધો તેને અનાદિલેશરૂપ “વાસના' કહે છે. આજ સંદર્ભમાં આત્મવિકાસની પાત્રતા વિષે જે ત્રણ ભૂમિકા શ્રીમજીએ બતાવી છે, જે ગાથા એકના વિવેચનમાં જોઈ ગયા છીએ તે ફરી વિચારી જવા જેવી છે.
ચરમાવર્તે હો ચમકરણ તથા રે, ભવ પરિણતિ પરિપાક; દોષ ટળે વળી દષ્ટિ ખૂલે ભલી રે, પ્રાપતિ પ્રવચન વાક. સંભવદેવ.૩
પાઠાંતરે ચરમાવર્તેના સ્થાને ચરમવિરત અને પ્રાપતિના સ્થાને પ્રાપ્તિ છે.
શબ્દાર્થ ઃ ચરમાવરત એટલે કે ચરમ(છેલ્લું) આવર્ત (ફેરોચકરાવો) અર્થાત્ છેલ્લા પુદ્ગલપરાવર્તમાં આવતાં જીવ ચરમ યથાપ્રવૃત્ત કરણ કરી અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ અંતકરણ થતાં ભવપરિણતિનો પરિપાક થઈ જતાં દષ્ટિનો ઉઘાડ થાય છે. ભલી-સમ્યગ્દષ્ટિ મળે છે અને પ્રવચન એટલે કે આપ્તપુરુષોના-જિનેશ્વર તીર્થકર ભગવંતના વાકવાક્યો-વચનની પ્રાપ્તિ થાય છે. નિશ્ચયથી કરણલબ્ધિ થતાં કાળલબ્ધિ થાય છે. .
અપૂર્વકરણથી ગ્રંથિભેદ થતાં જીવ અનિવૃત્તિકરણમાં પ્રવેશે છે. અર્થાત્ આ એક એવો પરિણામે છે કે જેમાં જીવ સમ્યકત્વ પ્રાપ્ત કર્યા સિવાય પાછો ફરવાનો નથી. માટે તેને અનિવૃત્તિકરણ કહેવાય છે અને ત્યારબાદ તરત જ જીવ અંતકરણ અર્થાત્ ઉપશમ સમ્યત્વને પામે છે. આ ત્રણે કરણો અર્થાત્ ચરમ-યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એ કાળલબ્ધિના પરિપાકથી થાય છે. અર્થાત્ જીવ ગમે
ભેદ થાય તો અભેદ થવાય.