Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
117
- હૃદય નયન નિહાળે જગધણી
સેવા અર્થે સાધના કે જ્ઞાન-ધ્યાનની અત્યંતર સ્વરૂપ ક્રિયા આદર્યા વિના એકલા માત્ર બાહ્ય તપ, જપ, ભક્તિ, વ્રત, યમનિયમાદિને મોક્ષના હેતુરૂપ માની, તેને જ ભોળાભાવે-અજ્ઞાનભાવે સુગમ-સરળ-સહજ માની સેવી રહ્યાં છે. પરંતુ એકલા બાહ્યભાવથી સેવેલા તે કારણો સંવર, નિર્જરી કે મોક્ષનું કારણ બનતા નથી. એ શુભઉપયોગ, શુભભાવ, શુભક્રિયા હોવાથી સદ્ગતિનું કારણ જરૂર બને છે. કારણ કે તેનાથી પુણ્યનું ઉપાર્જન થાય છે. મુક્તિપ્રાપ્તિના માર્ગનું સેવન અગમ એટલે કે સામાન્ય જનને ગમ ન પડે તેવું ગુહ્ય અગમ્ય છે. એ તો કોઈ ઉપમા નહિ આપી શકાય એવું ઉપયોગને ભીતરમાં વાળવારૂપ, સ્વમાં સ્થિત થવારૂપ આત્મગમ્ય અનુભૂતિ સ્વરૂપ છે.
મુગ્ધ જીવો એકલી બાહ્ય ધર્મક્રિયાને જ ધર્મ માની, એમાં જ ઈતિશ્રી સમજી, ક્રિયાનો જે કર્તાભાવ ઊભો રાખે છે, તે કર્તાભાવે જ સંસાર છે. માત્ર બાહ્ય ધર્મક્રિયાથી અત્યંતરધર્મ, સ્વરૂપક્રિયા થતાં નથી. મૂળમાં તો દર્શનમાં જે મોહ છે તે દૃષ્ટિના ફરવાથી જ ફરે એમ છે. દર્શનમાં જે મોહ-મૂઢતા છે તે જાય તો જ દર્શન-મોહનીયનો ક્ષય કે લયોપશમ થાય. ભૂલ ભરેલી માન્યતા ફરે, માન્યતા બદલાય તો જ ધર્મ થાય. દૃષ્ટિના ફરવા ઉપર ધર્મ છે. જ્ઞાનને સમ્યગ્રજ્ઞાન ત્યારે જ કહેવાય છે કે જ્યારે દર્શન સમ્યગ્દર્શન બને છે. અન્યથા તે મતિઅજ્ઞાન અને ચુતઅજ્ઞાન, અને અવધિજ્ઞાન હોય તો પણ વિલંગશાન કહેવાય છે. જ્ઞાનસાર પણ સાક્ષી પૂરે છે.....
भस्मना केशलोचेन, वपुर्धतमलेन वा। महान्तं बाह्यद्रग् वेत्ति चित्साम्राज्येन तत्त्ववित्।।
- મહોપાધ્યાયે યશોવિજયજી.
જ્ઞાન ઉપર દૃષ્ટિ જય તો ઉપયોગમાં શાંતિ અનુભવાય: