Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સંભવનાથજી
116
કાર્યસિદ્ધિની વાંછના એ પોતાની બુદ્ધિનું ગાંડપણ છે-બુદ્ધિનું દેવાળું છે. કારણ ઉપાદાન તૈયાર થયા પછી કાર્ય ઉપાદાન માટેનો પુરુષાર્થ સ્વયં ઉપાદાન વડે, જો ખેડાતો નથી તો પણ કાર્યસિદ્ધિ થતી નથી
મુગ્ધ સુગમ કરી સેવન આદરે રે, સેવન અગમ અનૂપ; દેજો કદાચિત સેવક યાચના રે, “આનંદઘન” રસ રૂપ.. સંભવ૦૬
પાઠાંતરે મુગ્ધની જગાએ મુગધ, મુગધિ, મુગતિ છે અને દેજોની જગાએ દેયો છે.
શબ્દાર્થ મુગધ એટલે કે મુગ્ધ-અણસમજુ-અણઘડ-ભોળા ભદ્રિક લોકો, સુગમ એટલે કે સહજ-સરળ-આસાન-સહેલું માની લઈને પ્રભુસેવન કરવા તો માંડે છે – સેવન તો આદરે છે, પરંતુ તેમણે સમજી લેવું જોઈએ કે પ્રભુસેવન તો સુગમ નહિ પણ ગમ નહિ પડે – સમજાય નહિ એવું કઠિન, મુશ્કેલ અગાધ, અગમ-અગમ્ય છે અને પાછું ઉપમા નહિ આપી શકાય તેવું અનુપ એટલે કે અનુપમ છે. - સ્તવનકાર. યોગીરાજજી આનંદઘનજી મહારાજા આનંદના નક્કર ઘન સ્વરૂપ - સુખરસરૂપ એવા પ્રભુજીને અરજ કરે છે – કૃપા યાચે છે કે.. હે પ્રભો ! હે આનંદઘન ! આપની સેવા જે અગમ-આત્મગમ્યઅનુભવગમ્ય, અનુપમ, અદ્વિતીય છે, તે સેવા કરવાની મારી યાચનાપ્રાર્થના-માંગણી સ્વીકારજો અને એવી સેવા આપના આ સેવકને આપજો અથવા આ સેવકની આનંદઘન રસરૂપ થવાની યાચના ક્યારેક તો પૂરી કરજો એટલે કે આ સેવકની મોક્ષની માગણી આપ ક્યારેક તો પૂરી કરજો!
લક્ષ્યાર્થ-વિવેચનઃ મુગ્ધ એટલે કે ભોળા ભદ્રિક તત્ત્વસ્વરૂપના અજાણ એવા અણઘડ આત્માઓ, પોતાની ભીતર રહેલા ભગવાનની
જ્ઞાનપ્રધાન શૈલિમાં પદાર્થના સ્વરૂપનું મહત્વ છે. દષ્ટિપ્રધાન શૈલિમાં પદાર્થને જોવાની દૃષ્ટિની મહત્તા છે.