Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સંભવનાથજી
ઉપકારકતાનો સર્વત્ર સ્વીકાર કરાયેલો છે. આથી ઉપાદાન-નિમિત્તની પૂરક સંવાદીતા સમજવી જરૂરી છે. આવી સમજ આવ્યા પછી સાધક જાગૃત બની જાય છે કે, અનાદિના અનંતકાળથી ચાલ્યા આવતા ભવચક્રમાં શ્રી અરિહંતપ્રભુ અનંતીવાર મળ્યા પણ તેનું આલંબન અન્ય ભાવે લેવાથી તે અન્ય કાર્ય(જે ભાવ્યું હતું તે)સિદ્ધ થયું પણ મોક્ષના ભાવપૂર્વકનું આલંબન નહિ હોવાથી મોક્ષ ન થયો. હવે તો માત્ર મોક્ષની લગની લગાવવી છે અને મોક્ષ પામીને જ રહેવું છે.
|| વર્મયાનો:II સંપૂર્ણ કર્મના ક્ષયથી મોક્ષ થાય છે, માટે કર્મોદયથી મળેલી અવસ્થામાં ક્યારેય અટવાવું નથી, પણ ત્રિકાળી ધ્રુવ તત્ત્વનું લક્ષ્ય કરી તે દિશામાં આગળ વધવું છે અને તે માટે ઉપાદાન કારણ સંબંધે, એ ખાસ સમજવું જરૂરી છે કે ઉપાદાન કારણમાં જેમ જેમ, જે જે કાર્ય પરિણામ ઉત્પન્ન થતો જાય છે, તેમ તેમ તેમાંથી પૂર્વ કારણતા ટળતી જાય છે અને ઉત્પન્ન કાર્ય પરિણામને તદુત્તર કાર્યપરિણામની કારણતા પ્રાપ્ત થાય છે. આથી સ્પષ્ટ સમજવું કે પ્રત્યેક કાર્ય સંબંધે, કર્તાના વ્યવસાય વડે કારણતા અપેક્ષિત છે.
કાર્ય થવામાં ભલે ઉપાદાનની પ્રધાનતા હોય પરંતુ કથનમાં નિમિત્તની પ્રધાનતા હોય. જેમ પાંચ સમવાય કારણોના પરિબળો ભેગાં થતાં કારણ કાર્યરૂપે પરિણમે છે તેમ ઉપાદાનને-આત્મદ્રવ્યને-જીવદળને મૌલિક પરમ આત્મસ્વરૂપમાં, સ્વભાવમાં ઉભરવા એટલે કે નિખરવા માટે પણ ઉપાદાન, નિમિત્ત, અપેક્ષા અને અસાધારણ એ ચાર કારણો ભાગ ભજવતા હોય છે. સંત તુલસીદાસજીએ પણ નિમિત્તના માહભ્યને ગાયું છે...
શઠ સુધરહી સત્ સંગતીપાઈ; પારસ પરસ કુઘાત સુહાઈ.
અનંત સંસારનો અનુબંઘ કરાવનારા સવાળો જે કષાય છે તે અનંતાનુબંધી કષાય છે.