Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
118 F હૃદય નયન નિહાળે જગધણી
ઘઉંના દાણામાં જ રોટલી-પૂરી-શીરાના પરિણમનની યોગ્યતા છે તેની ના નથી. કર્તા, કાર્યરૂચિ માટે તત્પર બને, ત્યારે ઉપાદાન કેળવાયું ગણી શકાય. આ કાર્યરુચિતા લાવવા માટે કાર્યનું અવલોકન અતિ-અતિ-અતિ આવશ્યક છે. એટલે અઢાર દોષ રહિત અને સર્વગુણસંપન્ન, પૂર્ણાનંદી પ્રભુને કાર્યસિદ્ધિ માટે જ્યારે પોતે નિહાળે છે ત્યારે પોતાને પણ તેવો જ આનંદ જોઈએ છે; એવી રૂચિ પ્રગટે છે. આવી રૂચિ પ્રગટાવવામાં શ્રી અરિહંતપ્રભુ એ પુષ્ટાલંબન છે. આ જ વાત પૂ. દેવચંદ્રજી મહારાજ સાહેબ પણ શ્રી સંભવનાથ પ્રભુના સ્તવનમાં જણાવે છે......
ઉપાદાન આતમ સડી રે, પુષ્ટાલંબન દેવ; જિન. ઉપાદાન કારણપણે રે, પ્રગટ કરે પ્રભુ સેવા... જિનવર પૂજો”
આથી નિમિત્તની ઉપકારકતાને કોઈપણ સંયોગોમાં નકારી શકાય નહિ. જે કોઈ નિમિત્તને અકિંચિત્કર માને છે તો તેમની પાસે માર્ગનો બોધ અપૂર્ણ છે અથવા તો વિપરીત છે એમ કહી શકાય, હા! એટલું ચોક્કસ છે કે કર્તાના વ્યવસાયે નિમિત્તમાં કારણતા આવે છે. એટલે કર્તા જ્યારે
જ્યારે, જે જે, નિમિત્તોને ઉપાદાન શક્તિમાં ઈષ્ટાર્થ – કાર્ય-સિદ્ધિ અર્થે યથાર્થ સ્વરૂપે પ્રયોજે છે, ત્યારે ત્યારે તે તે સાધનોને તથારૂપ પર્યાયાર્થિનયના મતે નિમિત્ત કારણતા જાણવી. આ માટે જ શાસ્ત્રમાં કહ્યું છે કે “કાર્યોત્વતી વારત્વે ઘ વાર ” કાર્ય થાય તો કારણતા કહેવાય. અન્યથા કારણતા અનિયત જાણવી. દૃષ્ટાંત તરીકે જેમ ઘટાદિ કાર્યો નિપજાવવા માટે, કુંભાર જ્યારે જે જે, ચક્રદંડાદિકને યથાતથ્ય સ્વરૂપે પ્રયોજે છે ત્યારે તે તે દંડચક્રાદિકો કુંભારને નિમિત્ત કારણરૂપે ઉપકારક સ્પષ્ટ જણાય છે. આ રીતે કર્તાના કર્તુત્વપણાને આધીન-ભાવે નિમિત્ત કારણની
આકાશ ઉપર કોઈ ચિત્ર દોરી શકાતું નથી. અરૂપી ઉપર કોઈ ચિત્રામણ કરી શકાતું નથી.