Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સંભવનાથજી
118
માત્ર બાહ્ય ધર્મના અનુષ્ઠાનોથી આત્મા મહાન – મહાત્મા બનતો નથી. પરંતુ જ્ઞાનની પ્રભુતાથી તે મહાન બને છે. મતિજ્ઞાન જ કેવળજ્ઞાનરૂપ પરિણમીને સર્વોત્તમતા-સર્વશ્રેષ્ઠતાને પામે છે. ધર્મ અનુષ્ઠાનો તો અભવિનો આત્મા પણ આદરે છે, પુણ્યોપાર્જન કરી ઠેઠ નવ રૈવયક સુધી પણ પહોચે છે, છતાંય ભવભ્રમણનો અંત આણી, મોક્ષ પામી લોકાગ્ર-શિખરે સાદિ અનંતકાળ બિરાજમાન થઈ શકતો નથી. જ્યાં સુધી જીવ પોતાની ભૂલ ભરેલી, વિપરીત માન્યતાનો ભોગ થઈ પડેલો છે, સર્વત્ર અમે જ સાચા અને બીજાં ખોટા, એવી દૃષ્ટિ ઘર કરી ગઈ હોય, એકાન્ત માન્યતામાં દૃષ્ટિરાગમાં રાચતો હોય, ત્યાં સુધી ભીતરમાંથી વિશુદ્ધિની સરવાણી ફૂટતી નથી. તેથી જ ગમે તેટલા ઊંચા બાહ્ય તપ, ત્યાગ, સંયમાદિ હોય તો પણ તે અવિની જેમ નવ રૈવયકના સુખ આપવા પૂરતા સીમિત રહે છે પરંતુ સર્વદર્શીતા, સર્વજ્ઞતા, સર્વનંદીતા, સહજાનંદીતા, સિદ્ધત્વને-અસીમને આપનારા નથી થતાં.
મુજે પામર સેવકને પરમપદદાયી આનંદઘન રસરૂપ આવી અગમ, અનૂપ, અનુઠી સેવા ક્યારે મળશે? યોગીરાજ ભક્તિ સભર ગદ્ગદ્ હૈયે યાચના કરે છે કે હે પ્રભો! પુરુષાર્થ તો મારે જ કરવાનો છે અને મારે જ મારું મારાપણું મારામાંથી પ્રગટાવવાનું છે ! આપની કૃપાથી જ મારી મારા ઉપર કૃપા થશે માટે એટલું જ માંગું છું કે આનંદના અમૃતરસથી ભરપૂર એવા મારા આત્મસરોવરમાં મારી ચેતનાને ડૂબેલી રાખજો ! મારી પર્યાય મારા આત્મદ્રવ્યમાં જ ડૂબેલી રહે, મારું જ્ઞાન, શાયકને જ શેય બનાવી જ્ઞાયકમાં જ ડૂબેલું રહી જ્ઞાનાનંદમાં રમતું રહે, પણ પર પદાર્થને શેય બનાવી શેયાનંદમાં ન અટવાય તેવું કરજો!
હે પ્રભો! આપનો કરુણારસ, પ્રેમરસ વહાવી મને પણ આપના
મળવું વિશેષ નથી પણ ફળવું વિશેષ છે.