Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
119
- હૃદય નયન નિહાળે જગધણી
જેવો વીતરાગી, નિર્વિકલ્પ, સર્વજ્ઞ, સર્વદર્શી, સર્વનંદી, સહજાનંદી બનાવીને આપનો બ્રહ્મરસ, સિદ્ધરસ વહાવી (ઉપયોગ અવિનાશીતા) પર્યાય સદશતા અને પ્રદેશ સ્થિરતાનું પ્રદાન કરી, મને પણ આપની હરોળમાં લોકાગ્ર-શિખરે બિરાજમાન કરી ચિદાનંદ વેદાવવાની કૃપા કરો! તે માટે આપની કૃપા થાઓ કે જેથી મારી મારા ઉપર કૃપા થાય અને હું મારાપણામાં આવી મારાપણાને વેદું (અનુભવું)! ઈશાનુગ્રહથી સ્વાનુગ્ર૭ને પામું!
ટૂંકમાં આ કડીમાં યોગીરાજજીએ ભગવાન જેવા બનીને એટલે કે ભગવભાવે ભગવાન બનાવે એવી ભગવાનની નિરાશસભાવની પ્રતિપત્તિ પૂજાની યાચના કરી છે. અર્થાત્ ભગવાને મળ્યા પછી સ્વયં ભગવાન બનવું એ જ ભગવાનની અગમ અનૂપ પૂજા છે અને તેની જ યાચના કવિરાજે અત્રે કરી છે. ભગવાન મળ્યા પછી, ભગવાનના ભક્ત બન્યા પછી, સ્વયં ભગવાન નહિ બનવું એ ભગવાનનો અપરાધ કર્યા તુલ્ય છે. એ દેવાલયમાં પ્રતિષ્ઠિત અને દેહાલયમાં અધિષ્ઠિત ઉભય ભગવાનનો અપરાધ છે.
તત્ત્વને જાણનારો તત્ત્વદર્શી, ચૈતન્યને એટલે કે આત્મધર્મને જ ધર્મ માને છે અને તેને ખોળવા પ્રયત્ન કરે છે કે જેથી તે પમાય. વત્યુ સદાવો ઘોવસ્તુનો સ્વભાવ તે જ વસ્તુનો ધર્મ. એ સિદ્ધાંતે આત્મધર્મ - આત્મસ્વભાવ પ્રાગટ્યથી ધર્મ છે. | | તેવં મૂત્વા રેવં નેતા દેવ બનીને દેવપૂજા કરો. એટલે કે દેવભાવમાં રહી દેવની પૂજા કરો અથવા સ્વયં દેવ બનવું એ જ સાચી દેવપૂજા છે. તેનાથી અખંડભાવે અખંડ દર્શન મળે છે. .
દ્રવ્ય પ્રાણથી જીવે તે જીવ અને ભાવ પ્રાણ જ્ઞાન-દર્શનાદિથી જીવે તે આત્મા.